ન્યૂયોર્ક, તા. 27 : યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના
મિકસ્ડ ડબલ્સમાં ઝેક ગણરાજ્યની કેરોલિના મૂચોવા અને યાકુબ મેંસિકની જોડી ચેમ્પિયન બની
છે. તેમણે ફાઇનલમાં બેલિંડા બેનસિચ અને ફલાવિયો કોબોલીને 6-3, 1-6 અને 10-6થી હાર આપી હતી. વિજેતા જોડીએ
સેમિ ફાઇનલ અને ફાઇનલ મુકાબલો ટાઇબ્રેકરમાં જીતીને ખિતાબ કબજે કર્યો છે. તેમને ટ્રોફી
સાથે 10 લાખ ડોલરનું ઇનામ મળ્યું છે.
કેરોલિના મૂચોવા-યાકુબ મેંસિકની જોડીએ સેમિફાઇનલમાં એલિના સ્વિતોલિના અને ગેલ મોનફિલ્સની
પતિ-પત્નીની જોડીને હાર આપી હતી.