મુંદરા, તા. 27 : મુંદરા પોલીસ સ્ટેશનમાં 2019માં નોંધાયેલી સુમારે ઉમિયાનગર
રોડ પર નાઈટ ફરજમાં રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલને ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદમાં ત્રણ
આરોપી નિર્દોષ ઠર્યા છે. આરોપીઓ શેખડિયાના કમલેશ દેવરાજ ગઢવી, મંગુ ઉર્ફે મંગુભા કાનાભાઈ ગઢવી તથા બારોઈના
અમિત ઉર્ફે અમથો વિનોદ પરમાર સામે પોલીસ કર્મચારી પર હુમલો, ફરજમાં
રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી જેવા આરોપ હેઠળ વિવિધ કલમ તળે
ગુનો નોંધવામાં આવ્યો હતો. 'કેસની ટ્રાયલ બાદ મુંદરાની જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતે આ કેસમાં ત્રણેય આરોપીને છોડી મૂકવાનો
હુકમ કર્યો છે. બચાવ પક્ષ તરફે મુંદરાના વકીલ એસ. ડી. સોધમે હાજર રહી રજૂઆતો
કરી હતી.