ભુજ, તા. 3 : ભારતીય મેડિકલ એસોસીએશન (IMA) ભુજ દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર્સ-ડે
નિમિત્તે હોટેલ ઇલાર્ક ખાતે ડોકટરની ઉજવણીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન
સમાજને દાયકાઓ સુધી સમર્પિત આરોગ્ય સેવા આપનારા 70 વર્ષથી વધુ વયના 25 વરિષ્ઠ ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના દાયકાઓના
સમર્પણ, અનુભવ અને નિ:સ્વાર્થ કાર્યથી આજે પણ નવી પેઢીના
ડોક્ટર્સ પ્રેરણા મેળવે છે. આજે IMA ભુજ જે મજબૂત પાયા પર ઊભું છે, તેમાં તેમનાં અમૂલ્ય યોગદાનનો મહત્ત્વપૂર્ણ
ફાળો રહ્યો છે. આ તકે "Advanced Heart Failure & CKM Syndrome –
Contemporary Concets in Diagnosis & Management' વિષય પર વિશેષ Continuing Medical Education
(CME) યોજાઈ હતી. આ `સતત તબીબી શિક્ષણ'માં દેશના અગ્રણી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને એડવાન્સ્ડ હાર્ટ ફેલ્યોર
નિષ્ણાત પ્રો. ડો. શાહિદ એ. મર્ચન્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હૃદયરોગ
ક્ષેત્રે 35 વર્ષથી વધુનો
અનુભવ ધરાવતા તથા ફ્રાન્સ અને અમેરિકામાં વિશેષ તાલીમ પ્રાપ્ત કરેલા ડો. મર્ચન્ટે AI આધારિત હાર્ટ ફેલ્યોર મેનેજમેન્ટ, CKM Syndrome, આધુનિક નિદાન પદ્ધતિઓ અને નવીન સારવાર અંગે વૈજ્ઞાનિક તથા વ્યવહારુ
માર્ગદર્શન આપ્યું હતું, જેનો ઉપસ્થિત
તબીબોએ લાભ લીધો હતો. તેમણે 100થી વધુ આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રકાશનો આપ્યા છે અને અનેક પ્રતિષ્ઠિત
સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ પ્રસંગે યોજાયેલા Doctors Day Celebration અને CME દરમિયાન જણાવવામાં આવ્યું હતું
કે, આજનો દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ વિશ્વાસ, કરુણા અને જવાબદારીના મૂલ્યોને વધુ દૃઢ
બનાવવાનો દિવસ છે. આજે અઈં, ટેક્નોલોજી અને આધુનિક સારવારનો યુગ
હોવા છતાં માનવતા, સહાનુભૂતિ અને નૈતિકતાને કોઈ પણ ટેક્નોલોજી
ક્યારેય બદલી શકતી નથી. દર્દીની સારવાર ઉપરાંત આરોગ્ય જાગૃતિ, રક્તદાન, રસીકરણ અને વ્યસનમુક્તિ જેવા સમાજલક્ષી વિષયોમાં
પણ ઈંખઅ ભુજ સતત અગ્રેસર રહી પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યું છે. CME જેવા કાર્યક્રમો દ્વારા ડોક્ટર્સ
સતત આધુનિક સારવાર પદ્ધતિઓથી અપડેટ રહે, તે પણ ઈંખઅનું મહત્ત્વપૂર્ણ ધ્યેય છે. ઈંખઅ ભુજના પ્રમુખ ડો. વિશાલ જોશી અને
કાર્યક્રમના પ્રોજેક્ટ એડવાઈઝર ડો. કશ્યપ બૂચનાં માર્ગદર્શન હેઠળ સેક્રેટરી ડો. પાર્થરાજસિંહ
જાડેજા અને પ્રોજેક્ટ ચેરમેન ડો. આનંદ હીરાણીનાં નેતૃત્વમાં તથા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
ડો. લવ કતિરાનાં સંકલનથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં
ઈંખઅ ભુજના 140થી વધુ સભ્ય
ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા.