• સોમવાર, 15 જૂન, 2026

દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનો ધ્યેય

માંડવી, તા. 14 : અહીં 34 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને 28 વર્ષથી કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહકારથી સિલાઈ મશીન, ટ્રાઈસિકલ અને વ્હીલચેર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના ઉપપ્રમુખ અને જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા અને મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ શાહે સૌને આવકારી કચ્છની જરૂરિયાતમંદ આઠ બહેનને સિલાઈ મશીન, છ દિવ્યાંગને ટ્રાઈસિકલ અને છ દિવ્યાંગને વ્હીલચેર દાતાઓના સહકારથી કુલ 20 વ્યક્તિને અર્પણ કરીને તેઓને આત્મનિર્ભર બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આજનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કચ્છીમંત્રી ત્રિકમભાઈ છાંગાના જન્મદિન નિમિત્તે શુભેચ્છારૂપે અર્પણ કરવામાં આવશે. પ્રમુખ સ્થાનેથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના ઉપપ્રમુખ અને જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ મોતાએ જણાવ્યું હતું કે, સંસ્થાના પ્રમુખ અરાવિંદભાઈ જોશીના પ્રયત્નો અને દાતાઓના સહકારથી કચ્છના લોકો અને બી.એસ.એફ.ના જવાનોને છેલ્લાં 28 વર્ષમાં કરોડો રૂપિયાની જીવન જરૂરી વસ્તુઓની ભેટ અપાઈ છે. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ અરાવિંદભાઈ શાહ અને મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રાએ દિવ્યાંગો માટે હંમેશાં ઉપયોગી થવાની ખાતરી આપી હતી. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના કારોબારી સભ્ય અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, સેવાને સીમાડા નડતા નથી. અરાવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠા-બેઠા સતત કચ્છની ચિંતા કરે છે, એ નોંધનીય છે. કચ્છ વતનપ્રેમી શ્રીહરિ- સબકા મંગલ હો (અમેરિકા), સુંદરજીભાઈ લાલજી ભેદા, જયાવંતીબેન વિજયાસિંહ ટોપરાણી (હસ્તે નિરંજનાબેન અરાવિંદભાઈ ટોપરાણી), માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, કંચનબેન કરસનજી મહેતા (હસ્તે. ધીરજભાઈ મહેતા (ગોધરા - મુંબઈ), સબકા મંગલ હો (મુંદરા મુંબઈ), મનોજ જેઠવાણી (દુબઈ - ઞઅઊ), કેસરબેન મેઘજી શિવજી મોતા (બાગ - ઘાટકોપર-દુબઈ) સિલાઈ મશીન, ટ્રાઈસિકલ, વ્હીલચેરના દાતા રહ્યા હતા. આ પ્રસંગે મૂલચંદભાઈ રાજા, માણેકભાઈ ગઢવી, નીલેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, શૈલેષભાઈ મીઠાવાલા, ધવલભાઈ ધીરજભાઈ મહેતા અને સંદીપભાઈ કષ્ટા સહયોગી રહ્યા હતા. 

Panchang

dd