• રવિવાર, 14 જૂન, 2026

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં મૂળ કચ્છી તરૂણની સિદ્ધિ

ભુજ, તા. 13 : તાજેતરમાં 4થી 8 જૂન દરમ્યાન અમદાવાદ ખાતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુળ કચ્છી એવા 15 વર્ષીય જય રાજેશ સોનેજીએ જુનિયર કેટેગરીમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં 79 દેશના વિવિધ છ કેટેગરીમાં 522 ખેલાડીએ ભાગ લીધો હતો. મૂળ માંડવીના અને મસ્કત રહેતા જયે ઓમાન તરફથી આ સ્પર્ધામાં ભાગ લઈને જુનિયર મેલ કેટેગરીમાં બેક બેન્ડ  વ્યક્તિગત અને સુપાઈન વ્યક્તિગતમાં કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. તેણે ખુશી વ્યકત કરતાં પ્રતિભાવમાં આ તેના માટે રમતગમત ક્ષેત્રે નિર્ણાયક ક્ષણ હોવાની લાગણી વ્યકત કરી હતી. જય હાલે મસ્કતમાં ધો.10માં અભ્યાસ કરે છે. છેલ્લા પાંચેક વર્ષથી તે યોગ સાથે સંકળાયેલો છે. શાળામાં યોગ શિખવવામાં આવે છે. આ ઉપરાંત ઓમાન યોગ ફેડરેશન દ્વારા યોગની ટ્રેનિંગ અપાય છે તેમાં તે કોચ પાસેથી તાલીમ મેળવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે  જય ગુજરાતના દિગ્ગજ સાહિત્યકાર ડો.જયંત ખત્રી પરિવારનો સભ્ય છે.  

Panchang

dd