• સોમવાર, 15 જૂન, 2026

ક્રિકેટ સ્પર્ધાથી એકતા-ખેલભાવના વધે છે

ભુજ, તા. 14 : કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજિત ઓપન કચ્છ ડે - નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ `સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-4 નમો કપ'ની `મેગા ફાઈનલ મેચ' જીતીને એ.જી. ઈલેવન ચેમ્પિયન બની હતી. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્પોર્ટસ સમાજના યુવાનોમાં એકતા અને ઉત્સાહનો એક ભાવ ઉત્પન્ન કરે છે. આ માત્ર એક ક્રિકેટ મેચ નથી, પરંતુ સામાજિક એકતા સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવતો સરાહનીય પ્રયાસ છે.  નમો કપનો તા. 3/5ના પ્રારંભ થયો હતો. મેચમાં કુલ 433 ટીમના 6995 ખેલાડીએ ભાગ લીધો હતો. ઉપરાંત 13 મહિલા ટીમના 145 ખેલાડીએ પણ ભાગ લીધો હતો. ફાઈનલમાં રોયલ ઈલેવન ભુજ સામે એ.જી. ઈલેવન ટીમનો  વિજય થયો હતો તેમજ મહિલા ફાઈનલ મેચમાં સૂર્યા બિલ્ડર્સ સામે બ્લાસ્ટર ઈલેવનનો વિજય થયો હતો. મેચનું લાઈવ "Vinod Chavda'  યૂટયુબ ચેનલ પર થયું હતું. ભારત અંડર-19 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના પ્લેયર હરવંશસિંઘ પંગોલિયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના રણજી ટ્રોફીના કોચ મોહનસિંહ જાડેજા, પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી સુનીલ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ખેલાડીઓને ઈનામ અપાયા હતા. કાર્યકરો-અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રવિ ગરવા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિતેશ ગોસ્વામી, ઉપપ્રમુખ દીપક ડાંગર, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજી જોધાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ્લસિંહ જાડેજા અને આશિકાબેન ભટ્ટ, ભુજ નગરપાલિકા પ્રમુખ શિતલ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલ ગઢવી, જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ રામ ગઢવી, મહામંત્રી ભાર્ગવ શાહ, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી વિરમ આહીર, અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ મનિષ બારોટ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, ઉપપ્રમુખ જયંત ઠક્કર, મંત્રી નરેશ પટેલ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોક બરાડિયા, મહામંત્રી દિનેશ ઠક્કર, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામત ગઢવી, માંડવી શહેર ભાજપ મહામંત્રી કિશનાસિંહ જાડેજા, માંડવી યુવા ભાજપ મહામંત્રી શક્તાસિંહ ઝાલા, કાઉન્સિલર મનિષાબેન સોલંકી, પ્રકાશ મહેશ્વરી, દિલીપ હડિયા, મયંક રૂપારેલ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંત વાઘેલા, દંડક જાગૃતિબેન ઠક્કર, મુંદરા-બારોઇ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવી, કારોબારી ચેરમેન ધર્મેન્દ્રાસિંહ ઝાલા, માંડવી તાલુકા પંચાયતના સત્તા પક્ષના નેતા કીર્તિ ગોર, માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય  કેશવજી રોશિયા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટના અરાવિંદ લેઉવા ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd