બર્મિંગહામ, તા. 14 : ભારતે 2026 મહિલા ટી-20 વર્લ્ડકપમાં શાનદાર જીત સાથે
પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ટીમ ઇન્ડિયાએ તેની પહેલી મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને
64 રનથી હરાવ્યું હતું. ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે
ભારતનો આ સાતમો વિજય છે. હરમનપ્રીત કોરની ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 170 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાનની
ટીમ માત્ર 106 રન જ બનાવી શકી. ભારત તરફથી
બેટિંગમાં સ્મૃતિ મંધાનાએ 68 રનની તોફાની બેટિંગ રમી. દીપ્તી
શર્માએ બોલિંગમાં અજાયબીઓ કરી. દીપ્તિએ ચાર ઓવરમાં માત્ર 10 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.