• સોમવાર, 15 જૂન, 2026

ભીમાસર-કીડિયાનગર વચ્ચે જીપમાંથી 50 હજારના પોષડેડા જપ્ત

ગાંધીધામ, તા. 14 : રાપરના ભીમાસર-કીડિયાનગર માર્ગ પર જીપમાંથી પોલીસે રૂા. 50,535ના માદક પદાર્થ પોષડેડા સાથે બે શખ્સને ઝડપી પાડયા હતા. રાપરના કીડિયાનગરથી ભીમાસર બાજુ આવતી જીપમાં માદક પદાર્થ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રેલડી ફાટક પાસે વોચ ગોઠવી હતી, તેવામાં બાતમીવાળી ગાડી આવતાં પોલીસે તેને રોકાવી હતી. આ વાહનમાંથી કીડિયાનગરના બબા પાંચા પઢારિયા (રજપૂત) તથા બબા કુંભા ગોયલ (રજપૂત)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પાછળની સીટની તપાસ કરતાં તેમાંથી પીળા રંગના મીણિયામાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ પોષડેડા હોવાનું પકડાયેલા શખ્સોએ જણાવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પૃથક્કરણ કરાતાં આ પદાર્થ પોષડેડા જ હોવાનું બહાર આવ્યું હતું. આ બંને શખ્સ પાસેથી રૂા. 50,535નો 3.369 કિલો માદક પદાર્થ જપ્ત કરાયો હતો. આ શખ્સો 15 દિવસ પહેલાં બજારમાંથી કોઇ શખ્સ પાસેથી માદક પદાર્થ લઇ આવ્યા હતા અને ભીમાસરના અખા અરજણ સોઢાએ મગાવ્યો હોવાથી તેને આપવા જઇ રહ્યા હતા. માદક પદાર્થ આપનાર અને મગાવનારા હાથમાં આવ્યા નથી તેને ઝડપી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd