ગાંધીધામ, તા. 14 : રાપરમાં શખ્સે સગીરાનું અપરહણ
કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો
મુજબ આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ આરોપી
જાહીન અબ્દુ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી
છે. આરોપીએ સગીરાને માર મારી
નિકાહ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું અને ભોગ બનનારને હેરાન-પરેશાન કરી હોવાનું
ફરિયાદમાં જણાવાયું છે. આ શખ્સે તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો મારી નાખવાની
ધમકી આપી હતી. આરોપીએ એક વર્ષ સુધી કૃત્ય આચર્યું
હતું. બનવાની વધુ તપાસ પી.આઈ. આર.એલ. ખટાણા
ચલાવી રહ્યા છે.