ભુજ, તા. 14 : એકાદ માસ પૂર્વે દેવપર-વિથોણ
વચ્ચેથી વાયર તફડાવનારી ટોળકીના ત્રણ શખ્સને મુદ્દામાલ સાથે ભુજથી એલસીબીએ ઝડપી પાડયા
હતા. આ ઉપરાંત પણ મોટા કાદિયા પાસેથી વાયર ચોરનારા બે ઇસમને ઝડપી પડાયા છે. એલસીબીની
આ કાર્યવાહી અંગે જાહેર થયેલી વિગતો મુજબ તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, દાઉદ અબ્દુલ્લા કુંભાર (રહે. લખુરાઇ ચાર રસ્તા
પાસે, ભુજ)વાળો તેના મળતિયાઓ સાથે મળી નાના વરનોરાથી એક બોલેરો
પિકઅપ નં. જી.જે. 12 સી.ટી. 1578વાળીમાં એલ્યુમિનિયમના વાયરોના
ગૂંચડા ભરી ભુજ તરફ સગેવગે કરવા આવી રહ્યા છે. આ વાયરો ચોરી કે છળકપટથી મેળવાયેલા છે.
આ બાતમીના આધારે વાયર 500 કિ. ગ્રા.
કિં. રૂા. 75,000 અને પિકઅપ ગાડી કિં. રૂા. 3,00,000 સાથે દાઉદ ઉપરાંત ઇબ્રાહીમ
ઇશા અબડા (નાના વરનોરા), વસીમ અબ્દુલ
બાવા (મોટા વરનોરા)ને ઝડપી આ વાયરો અંગે પૂછતાછ કરતાં એકાદ માસ પૂર્વે તેઓ તથા રફિક
સુલેમાન મમણ અને સમીર ઉર્ફે અનડીક અબ્દુલ મમણ (રહે. બન્ને વરનોરા) સાથે મળીને દેવપર-વિથોણ
વચ્ચે રાત્રિ દરમ્યાન મોટી લાઇન પરના એલ્યુમિનિયમના વાયરો કાપી તેની ચોરી કરી હતી.
ત્રણેની મુદ્દામાલ સાથે અટક કરી કાર્યવાહી આદરી હતી અને બાકીના બેને ઝડપવા ચક્રો ગતિમાન
કર્યાં હતાં. દાઉદ, ઇબ્રાહીમ અને રફિકનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો
છે. આ ઉપરાંત પણ એલસીબીએ બાતમીના આધારે નખત્રાણાના મોટા કાદિયાથી આિ સફ હાસમ પીંજારા
અને રીઝવાન હાસમ ઠોડિયા (રહે. બન્ને મોટા કાદિયા)ને 150 કિ.ગ્રા એલ્યુમિનિયમ વાયર કિં.
રૂા. 22,500 સાથે ઝડપતાં તેની પૂછતાછમાં
મોટા કાદિયા ગામની પશ્ચિમ બાજુની સીમમાંથી પસાર થતી લાઇન નજીકથી લાવી પોતાના કબજામાં
રાખ્યા હતા. આ કામના અન્ય આરોપી હુસેન આરબ ઠોડિયા (રહે. મોટા કાદિયા)ને ઝડપવા પોલીસે
ચક્રો ગતિમાન કર્યાં છે.