ભુજ, તા. 14 : અવિરત 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ઉજવણી નિમિત્તે સમગ્ર
દેશની સાથે કચ્છમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમોનું
આયોજન કરાયું હતું, જે અંતર્ગત આજે કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ
અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં અનેક લોકોપયોગી કામો કરાયા હતા. જેમાં ભુજ ખાતે આરોગ્ય
પથ, વોક-વે, હમીરસર તળાવ પાસે ભાજપના આગેવાનો,
હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિશેષ સ્વછતા અભિયાનમાં સહભાગી બની જાહેર
સ્થળોની સફાઈ કરી શ્રમદાન દ્વારા સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. ત્યાર
બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત, વિકાસલક્ષી અને
જનકલ્યાણકારી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કચ્છ
જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા અધ્યક્ષ
રવિભાઈ નામોરીની આગેવાનીમાં આયોજિત ભુજ શહેર મધ્યે આરોગ્ય પથ, વોક-વેથી સ્મૃતિવન સુધી સાઈકલ યાત્રા યોજાઈ
હતી. જેનું પ્રભારી મંત્રી સહિતના જિલ્લા ભાજપના વરિષ્ઠ આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું
હતું. આ ઉપરાંત મુક્તજીવન મહિલા કોલેજ મધ્યે
આયોજિત `િવકસિત ભારત સંકલ્પ સંમેલન'માં ઉપસ્થિત આગેવાનોએ વિકસિત ભારતના સંકલ્પને
વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો અને ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો સાથે દેશના સર્વાંગી
વિકાસ, ગરીબ કલ્યાણ, સુશાસન અને આત્મનિર્ભર
ભારતના વિઝનને સાકાર કરવા માટે છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા ઐતિહાસિક કાર્યો અને જનહિતકારી યોજનાઓ અંગે
વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. પ્રભારીમંત્રી સહિતના આગેવાનો દ્વારા સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ
કરીને ભૂકંપ પછી કચ્છમાં થયેલા આમૂલ વિકાસ અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કેડીસીસી
બેન્ક મધ્યે આયોજિત જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. રેડક્રોસ સંસ્થા દ્વારા આયોજિત બ્લડ
ડોનેશન કેમ્પની પણ મુલાકાત લઈને રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ભુજ બી.એસ.એફ. કેમ્પસ
ખાતે તેમજ ભચાઉના કુંભારડી ગુણાતીતપુર રોડ પર ડેમની પાસે વૃક્ષોનું વાવેતર કરવામાં
આવ્યું હતું. તમામ કાર્યક્રમોમાં કચ્છ જિલ્લાના
પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ અધ્યક્ષ
દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા,
માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનાસિંહ જાડેજા,
જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલ આચાર્ય, હિતેશ ખંડોર,
ભીમજી જોધાણી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી,
પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા મનજીભાઇ આહીર, કેડીસીસી
બેન્ક ચેરમેન દેવરાજ ગઢવી, સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ સુરેશ
સંઘાર સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો,
મંડળના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં
નાગરિકો જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તેમજ સહ
ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.