• સોમવાર, 15 જૂન, 2026

નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજની બેઠકમાં વિવિધ એજન્ડા પર ચર્ચા

નખત્રાણા, તા. 14 : અહીં નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા સમાજવાડી ખાતે સમાજની જનરલ બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ એજન્ડા પર ચર્ચા કરી અને ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સમાજના થયેલા વિવિધ કાર્યોના હિસાબ-કિતાબ રજૂ કરાયા હતા. સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અંગિયા તાલુકા પંચાયત પર ચૂંટાયેલા સદસ્ય મનીષભાઇ મહેશ્વરી, કોંગ્રેસના કચ્છ જિલ્લા અનુસૂચિત વિભાગના ચેરમેન તરીકે નિયુક્ત થયેલા નરેશ ફુલિયા અને નખત્રાણા તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા શાંતિલાલ ફુલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તે સાથે નખત્રાણા તાલુકાની સ્મશાનભૂમિની જમીન મંજૂરીની કામગીરીમાં તાલુકા સમિતિના પ્રમુખ, મહામંત્રીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં સમાજના તેજસ્વી તારલા-વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. આ મિટિંગમાં નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ હિતેશ મહેશ્વરી, મહામંત્રી મનીષ ડગરા, શાંતિલાલ ફુલિયા, નરેશ મહેશ્વરી, ભીમજીભાઇ ફુલિયા, દિલીપ કોચરા, ચંદ્રકાંત ફુલિયા, લખુભાઇ ડગરા, હરેશ ડગરા, શામજી ધુવા, શંકર મહેશ્વરી, ભરત મહેશ્વરી, મીઠુભાઇ મહેશ્વરી, રાજેશ જેપાર, પ્રહલાદ ફુલિયા, વેલજી જેપાર, દામજીભાઇ મંગા, કાનજી સુડિયા, દિનેશ સુડિયા, સુમાર ઝોલા, મોહન ઝોલા, જયેશ ધુવા, જયેશ ફુલિયા, પચાણભાઇ, હરેશ ધેડા, અનિલ મહેશ્વરી વગેરે જોડાયા હતા. 

Panchang

dd