બિદડા (તા. માંડવી), તા. 13 : અહીંના બિદડા
સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ ખાતે મગજના વિવિધ રોગો તેમજ પાર્કિન્સન્સ
(કંપવાની બીમારી) અંગે નિ:શુલ્ક નિદાન અને જાગૃતિ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું
છે, આ શિબિરમાં પહેલા દિવસે 56 દર્દીથી પણ વધારે દર્દીએ પોતાની તપાસ કરાવી આરોગ્ય કેમ્પનો લાભ
લીધો હતો. શિબિરમાં પ્રખ્યાત ન્યૂરોલોજિસ્ટ ડો. હેલી શાહ (MD, DM)ડો. ચેતસી શાહ (MD, DM). ડો મોનાલિસા (MD, DM)) તેમની નિષ્ણાત ટીમ દ્વારા
દર્દીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત મગજના રોગો, પાર્કિન્સન્સ તેની સારવાર, દવાઓના નિયમિત સેવન તથા રાજિંદા જીવનમાં કઈ કાળજી રાખવી તે અંગે વિશેષ સેમિનારનું
આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના
મુખ્ય મહેમાન તરીકે પુષ્કરભાઈ વિષ્ણુદાસ મહેતા, મુંબઈ સ્થિત નાણાવટી
હોસ્પિટલના ઈઊઘ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.
ત્યારબાદ ડો. હેલી શાહનું સન્માન બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાના હસ્તે,
મુખ્ય મહેમાન પુષ્કરભાઈ વિષ્ણુદાસ મહેતાનું સન્માન ટ્રસ્ટી હેમંતભાઈ
રાંભિયા દ્વારા, ડો. ચેતસી શાહનું સન્માન આરોગ્યધામના ડાયરેક્ટર
મુકેશભાઈ દોશીના હસ્તે, ડો. મોનાલિસા તથા હેમંત મિશ્રાનું સન્માન
કરાયું હતું. સેમિનારમાં ઉપસ્થિત દર્દીઓ અને
તેમના પરિવારજનોને પાર્કિન્સન તથા અન્ય ન્યૂરોલોજીકલ રોગોમાં દવાઓની નિયમિતતા,
વ્યાયામ, યોગ્ય આહાર, માનસિક
સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલીના મહત્ત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે બિદડા સર્વોદય ટ્રસ્ટના આગેવાનો, ટ્રસ્ટીઓ,
આરોગ્યધામના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત
રહ્યા હતા. સમાજને ગુણવત્તાસભર આરોગ્યસેવા અને આરોગ્ય જાગૃતિ પૂરી પાડવાના બિદડા સર્વોદય
ટ્રસ્ટના સતત પ્રયાસોમાં આ શિબિર એક મહત્ત્વપૂર્ણ સોપાન સાબિત થઈ હતી.