• શનિવાર, 11 એપ્રિલ, 2026

મિરજાપરમાં 14મી એપ્રિલે આંબેડકર પ્રતિમાનું અનાવરણ સહિતના કાર્યક્રમો

ભુજ, તા. 10 : ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતીએ તા. 14 એપ્રિલ-2026 મંગળવારે મિરજાપર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરનગર ખાતે જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ તેમજ ડો. બાબાસાહેબ આંબેડકરનગર મેઘવાળ સમાજ દ્વારા શોભાયાત્રા, પ્રતિમા અનાવરણ સહિતના કાર્યક્રમો યોજાશે. ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યે શોભાયાત્રા ભીમરત્ન હોસ્ટેલ મિરજાપરથી કાઢવામાં આવશે ત્યારબાદ સાંજે 6 વાગ્યે પ્રતિમા અનાવરણ રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ-ભુજ, માલતીબેન મહેશ્વરી-ગાંધીધામ, ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે-માંડવી-મુંદરા, પ્રદ્યુમનસિંહ જાડેજા-અબડાસાના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ સામાજિક, રાજકીય અગ્રણીઓનાં સન્માન, રાત્રે 8.30 કલાકે કલાકાર, લોકગાયિકા  અલવીરા મીર અને ટીમ સાથે દાંડિયારાસ, જમણવાર સહિતના કાર્યક્રમ યોજાશે. સમિતિના સભ્યો મોહનભાઇ ચાવડા, ગોવિંદભાઇ લોચાણી, પ્રવીણભાઇ બુચિયા, જગદીશભાઇ પરમાર, લક્ષ્મણભાઇ ચનેપાર અને વિશાલભાઇ પંડયા અને સમસ્ત મેઘવાળ સમાજના આગેવાનો સહયોગી રહેશે. 

Panchang

dd