ગાંધીધામ, તા. 10 : માત્ર 77 વર્ષની નાની વયે મહાનગર બનેલાં
ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભારે ઈંતેજારી બાદ ભાજપ દ્વારા મોડી સાંજે
ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જે પૈકી બાવનમાંથી નગરપાલિકાના સભ્યોને રિપીટ કરાયા છે, તો ઘણા જૂના
અગ્રણીઓના પત્તા કપાયા છે, જ્યારે તાલુકા પંચાયતના હોદ્દેદારને
બાકાત રખાયા છે. આજે સાંજે જાહેર થયેલી પ્રથમ મહાપાલિકાના બાવન ઉમેદવારની યાદીમાં ગત નગરપાલિકામાં રહેલા પ્રમુખ,
ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસકપક્ષના નેતા, દંડકને પુન: તક આપવામાં આવી છે. આ ઉપરાંત
જિલ્લા પંચાયતના પડાણા અને કીડાણાના સભ્ય અને
જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને બાંધકામ
સમિતિના ચેરમેન રહી ચૂકેલા બન્ને પૂર્વ પદાધિકારીઓને કોર્પોરેટર તરીકેની ટિકિટ ફાળવવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ અને સંગઠનમાં સક્રિય બે મહિલા
સભ્યને મેદાનમાં ઉતારાયા છે. જ્ઞાતિ મુજબ જોઈએ,
તો એક સમયે 11 ટિકિટ અપાતી તે સિંધી સમાજને માત્ર ચાર જ ટિકિટ ફાળવવામાં આવી છે, જ્યારે
આહીર સમાજના ફાળે આઠ ટિકિટ આવી છે. - વોર્ડ મુજબ ઉમેદવારોનાં નામ આ મુજબ છે : વોર્ડ 1 :પારૂબેન મહેશભાઇ દાફડા - શિલ્પાબેન પરમાભાઇ પટેલ - દીપકભાઈ મેઘજીભાઇ વાઘમશી - અજિતસિંહ અમરજિત રાજપૂત / વોર્ડ 2 : લીનાબેન રાજેશભાઇ ધારક - મનિષાબેન પરેશભાઇ પટેલ
- બિપિન વેલજીભાઇ લોખીલ - વિક્રમ પરસોત્તમ મુલચંદાની
/ વોર્ડ 3 : જ્યોતિબેન દિનેશભાઇ માલી - ચાંદની નીરજ ક્રિપલાની - રામ હીરાલાલભાઇ માતંગ - વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજા / વોર્ડ 4 :રૂપલબેન નવીનભાઇ
મ્યાત્રા - જયશ્રીબા નરેન્દ્રસિંહ જાડેજા - કેશવજી રામાભાઇ પરમાર - ધનાભાઇ નારણભાઇ હુંબલ / વોર્ડ 5 : કાંતાબેન
નરેશભાઇ સોલંકી - વિમલેશ કમલભાઇ
શર્મા - વિજય ધનજીભાઇ પરમાર - ભરત ચીમનલાલ મીરાણી / વોર્ડ 6 : હંસા કરસનભાઈ ફફલ - સતીબેન બધાભાઇ મ્યાત્રા - નવીનભાઇ નારણભાઈ જરૂ
/ વોર્ડ 7 : વંદના કિશોર મહેશ્વરી - મનિષાબેન રમેશભાઇ ધુઆ - ભરત વાઘજીભાઇ પ્રજાપતિ
- રાજેશ લાખાભાઇ ભરાડિયા / વોર્ડ 8 : પ્રીતિબેન વુષણુગિરિ ગોસ્વામી - મીનીબેન રોશન ગોયલ - સુરેશ હિરાભાઈ ધુઆ - અજયકુમાર શ્રીદેવ સિંઘ / વોર્ડ 9 - મનિષાબેન
કિશનભાઇ રાફુચા - પ્રહલાદ હરીભાઇ
મહેશ્વરી - હરીશભાઇ શંભુભાઇ આહીર / વોર્ડ 10 : હસ્તાબેન
શૈલેષભાઇ સથવારા - દિવ્યા જિતેન્દ્ર
નાથાણી - ધમેન્દ્રભાઇ રાયશીભાઈ મેઘાણી - મોહનલાલ ગાવિંદજી ગોરી / વોર્ડ 11 : દીપિકા મિતુલ
નાયક - પૂજા વિનોદ લાલવાણી
- તેજસ પ્રભુલાલ શેઠ - ઘેલાભાઇ નથુભાઇ ભરવાડ / વોર્ડ 12 : સંગીતાબેન અશોકકુમાર બજાણિયા - અનિતાબેન શંકરભાઈ દક્ષિણી - મહેશ માણસીભાઇ ગઢવી - કમલેશ નારાયણ પરિયાની / વોર્ડ 13 : પુરીબેન કરસનભાઇ પરમાર - સુમન મિતલેશ શ્રીવાસ્તવ - હનીફ મુસા ચાવડા - ક્રિષ્ના ગણપત ડોંગા