ભુજ, તા. 10 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો
દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા
ઉમેદવારોનાં નામની જાહેરાત થઈ છે. જિલ્લા પંચાયતની કચ્છની 38 બેઠકમાંથી નલિયા અને પાનધ્રો
બેઠક પર હજુ નામની સહમતી સધાઈ નથી. બાકી 36 નામો જાહેર કરી દેવાયાં છે.
જિલ્લા પંચાયતની આ વખતે બે બેઠકો ઘટીને રોટેશનમાં ધરમૂળથી ફેરફાર કરાયો હોવાના કારણે
પૂરી થયેલી ટર્મના સભ્યોમાંથી કોઈને રિપીટ કરાય તેવી સ્થિતિ નથી એવું વિશ્લેષણ કચ્છમિત્ર
દ્વારા કરાયું હતું તે સાચું પડયું અને તમામ સભ્યો રાજી થઈ ગયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખથી માંડી તમામ સમિતિઓના ચેરમેનના
પણ રોટેશને પત્તા કાપી નાખ્યા હોવાથી ભાજપે જે 36 નામો જાહેર કર્યા છે તેમાંથી જૂના એક પણ સભ્યને ફરીથી ટિકિટ
આપવામાં આવી નથી. ઊડીને આંખે વળગે તેવી બાબત હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખનું રોટેશન
આદિજાતિ મહિલા માટે અનામત છે અને એ બેઠક (ભીમાસર-ચકાસર) છે. અહીં ભાજપે પોતાના મહિલા
ઉમેદવાર પ્રભાબેન હુણનાં નામની જાહેરાત કરી છે, તો ફતેહગઢ બેઠક પર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકીના પત્ની નયનાબેન
સોલંકીને ટિકિટ ફાળવાઈ છે. ભુજ તાલુકાના સુખપરમાં ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ
હરીશભાઈ ભંડેરીના નામ પર મહોર મારવામાં આવી છે. - જાહેર થયેલા 36 નામો આ મુજબ છે : આધોઇ : વિજયસિંહ વિક્રમસિંહ જાડેજા - ભદ્રેશ્વર : તલકશીભાઇ જખુભાઇ ફફલ - ભીમાસર (ભુટકિયા) : જયદીપસિંહ સ્વરૂપસિંહ જાડેજા - ભીમાસર (ચકાસર) : પ્રભાબેન મેરામણભાઈ હુણ - ભિરંડિયારા : અબ્દુલા બુઢા જત - બિદડા : વાલજીભાઇ ભવાનજીભાઈ સંગાર - ચીરઇ નાની : વાઘજીભાઈ દેવકરણ છાંગા - ચોબારી : પુરીબેન વેલજીભાઇ ઢીલા - દયાપર : આઈશાબાઈ મોડ સુમરા - દિનારા : જનતબાઈ રસુલ સમા - ફતેહગઢ : નયનાબેન વનવીરભાઈ સોલંકી (રાજપૂત) - ગઢશીશા : મેઘબાઇ જીવરામ ગઢવી - ગાગોદર : સુરેશકુમાર રણછોડ મકવાણા - કેરા : રાજેશ રામજી ચાવડા - ખેડોઇ : જયશ્રીબેન વિપુલભાઈ ડાંગર - કોડાય : વર્ષાબેન પ્રવીણભાઈ કન્નડ - કોટડા જડોદર : મંજુલાબેન મૂળજીભાઇ ચાવડા - કુકમા : ધનજી ખીમા ચાવડા - માધાપર : રમેશ ધનજી ચાડ - મોથાળા : કમા સુરા રબારી - મોટી ભુજપુર : દશરથબા નટુભા ચૌહાણ - નાના કપાયા : માલશ્રીબેન લક્ષ્મણભાઈ ગેલવા - નારાણપર પસાયતી : ધનબાઈ દેવરાજભાઈ પિંડોરિયા - નેત્રા : સરોજબા બહાદુરસિંહ જાડેજા - નિરોણા: ભૂપતસિંહ મમુજી જાડેજા - પલાંસવા : આશાબા યુવરાજસિંહ પરમાર રતનાલ : નરેશભાઇ અર્જુનભાઈ થારૂ - રવ મોટી : જયરામ લાલાભાઈ સોનારા - સમાઘોઘા : રણજિતસિંહ જાડેજા - સામખિયાળી : જયશ્રીબેન રામભાઈ ચાવડા - સુખપર : હરીશ નાનજી ભંડેરી - સુમરાસર શેખ : રાજેશકુમાર ગોપાલભાઇ કાગી - તલવાણા : મનીષાબેન વિનોદ જબુઆણી - વરસામેડી : પુષ્પાબેન રાજેશ વરાયા - વાયોર : સૂરજબા દેવુભા સોઢા - વિથોણ : દિનેશ ગોપાલ રૂડાણી. - ભાજપે એક જ મહિલાને જિલ્લા - તાલુકા માટે ટિકિટો ફાળવી ! : ભુજ,
તા. 10 : જિલ્લા પંચાયતનું
પ્રમુખપદ આ વખતે આદિજાતિ મહિલા માટે અનામત છે અને આ અનામત બેઠક કચ્છમાં એકમાત્ર ભીમાસર
(ચકાસર) હોવાથી ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે પ્રભાબેન મેરામણભાઈ હુણને માંડવી
તાલુકા પંચાયત બેઠક માટે પણ ટિકિટ ફાળવાઈ છે. એક જ મહિલાને જિલ્લા પંચાયત અને માંડવી
તાલુકા પંચાયતમાં નાની વિરાણી બેઠક પરથી નામ જાહેર કરાયું હોવાથી બે ટિકિટ ફાળવાતાં
આશ્ચર્ય સર્જાયું છે.