ભુજ, તા. 10 : જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી
હતી તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા કચ્છના ઉમેદવારોનું લિસ્ટ આજે
બહાર પડયું હતું. જિલ્લા મુખ્ય મથકની સાથોસાથ રાજકીય પક્ષો માટે રાજકારણનું કેન્દ્રબિંદુ
લેખાતા ભુજ શહેરની નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઉમેદવારો જાહેર કરાતાં ગત ટર્મના અનેક
જૂના-નવા ચહેરાઓ ટિકિટથી વંચિત રહ્યા છે. તો અનેક નવા ચહેરાઓને તક સાંપડી છે. જો કે, અમુક કિસ્સામાં નામો કપાયાં છે, પણ તેમના પરિજનોને ટિકિટ ફાળવી સાચવી લેવાયા છે. ભુજના 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપ દ્વારા જાહેર
કરાયેલા ઉમેદવારો પૈકી 10 નગરસેવકોને
રિપીટ કરાયા છે. જો કે, એ પૈકી અમુકના
વોર્ડ બદલાયા છે. તો, ગત ટર્મના 17 આસપાસ નામી નગરસેવકો ટિકિટથી
વંચિત રહ્યા છે, જેમાં ખાસ કરીને કિરણ ગોરી,
રાજેશ ગોર, હનીફ માંજોઠી, અનિલ છત્રાળા, ધીરેન લાલન, સંજય
ઠક્કર, રશ્મિબેન સોલંકી, મહિદીપસિંહ જાડેજા,
ઘનશ્યામ સી. ઠક્કર, રેશ્માબેન ઝવેરી, દિવ્યરાજસિંહ જાડેજા, સાત્ત્વિકદાન ગઢવી, રસીલાબેન પંડયા, કશ્યપ ગોર, ઘનશ્યામ
આર. ઠક્કર તેમજ અશોક પટેલનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપમાં હોદ્દાઓની કમી નથી, ત્યારે જેમને ટિકિટ નથી ફાળવાઇ
તેમને પક્ષના અન્ય હોદ્દાઓ પર સમાવાય તેવી પ્રબળ શક્યતા રહેલી છે. અત્રે ઉલ્લેખનીય
છે કે વોર્ડ નં. 3 અને 4માં એક-એક ઉમેદવાર જાહેર કરવાનો હજુ બાકી
છે. - જાહેર થયેલા નામોના લિસ્ટ પર
નજર કરીએ તો : વોર્ડ નં. 1 : સીમાબેન આમદભાઇ કુંભાર - હમીદા નાશીરહુશેન ખત્રી - ઇમ્તિયાઝ ફકીરમામદ સોઢા - નરેન્દ્ર વિશનજી ભાટિયા / વોર્ડ નં. 2 : શાંતાબેન નારણ જોગી - માલતીબેન હિતેષકુમાર ગોર - હર્ષદ રાજેશ ભાડેલ - મોહમદ રબ્બાની હાજી જત / વોર્ડ નં. 3 : બીલકીશબાનુ અબ્દુલ સીધીસમા
- ડો. સનાબાનુ અબ્દુલગફુર ચૌહાણ - અંબાલાલ પ્રેમજી રાજગોર / વોર્ડ નં. 4 : ડોલીબેન ભાવેશભાઇ શાહ - બીનાબેન ભાનુશાળી - જાવેદ કાસમ માંજોઠી / વોર્ડ નં. 5 : નાનબાઇ હર્ષદ સંજોટ - નસીમા ઇબ્રાહિમખાન પઠાણ - મહેશ હંસરાજભાઇ વાળંદ - કૌશલ સુરેશચંદ્ર મહેતા / વોર્ડ નં. 6 : ધ્વનીબેન હિતેષભાઇ ગણાત્રા
- હિનાબા જિતેન્દ્રસિંહ ઝાલા - પ્રશાંતગિરિ લહેરીગિરિ ગોસ્વામી - જલધિ ચંદ્રવદન વ્યાસ / વોર્ડ નં. 7 : મીનાબેન દેવદત્તભાઇ ગઢવી - સાવિત્રીબેન રામકુમાર જાટ - રાજેન્દ્રસિંહ હકૂમતસિંહ જાડેજા - મયંક વિજયભાઇ રૂપારેલ / વોર્ડ નં. 8 : મનીષા ધવલરાજ સોલંકી - વિમીબેન વિનોદભાઇ ઠક્કર - ચંદ્રેશ મમુ રબારી - મનુભા ખેતુભા જાડેજા / વોર્ડ નં. 9 :રૂપલ હિતેષ ચાવડા - ક્રિષ્નાબા અજયસિંહ જાડેજા - પ્રકાશ રામજી મહેશ્વરી - શીતલભાઇ ચંદ્રકાંતભાઇ શાહ / વોર્ડ નં. 10 : વંદનાબેન જમીર પરમાર - હસ્મિતાબેન નવીનચંદ્ર ગોર - હિરેન ભાનુકુમાર ઠક્કર - દિલીપ કાનજી હડિયા / વોર્ડ નં. 11 : બિંદિયા મેહુલ ઠક્કર - ગીતાબેન અલ્પેશ પટેલ - કમલ પબુભાઇ ગઢવી - ધર્મેશ સુભાષભાઇ જોષી (ગોર)