• શનિવાર, 11 એપ્રિલ, 2026

સિઝનની પહેલી જીત માટે સીએસકે આતુર : આજે દિલ્હી વિરુદ્ધ ટક્કર

ચેન્નાઇ, તા.10 : સીઝનની પહેલી જીત માટે આતુર ચેન્નાઇ સુપર કિંગ્સ શનિવારની બીજી આઇપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે. આ મેચમાં સીએસકેના નવા સિનિયર બેટર સંજૂ સેમસન અને કપ્તાન ઋતુરાજ ગાયકવાડ પર સારો દેખાવ કરવાનું દબાણ રહેશે. આ બન્ને ટીમના સૂત્રધાર છે, પણ શરૂઆતની ત્રણ મેચમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. જે સીએસકે ટીમને ભારે પડી રહ્યા છે. જો કે ટીમ માટે સારી વાત એ છે કે આફ્રિકી બેટર ડેવાલ્ડ બ્રાવિસ ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ 3 મેચમાં 2 જીત મેળવી ચૂકી છે. પાછલી મેચમાં તેનો ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ અંતિમ દડે 1 રને  આંચકારૂપ પરાજય થયો હતો. સીએસકે ઇલેવનમાં બ્રાવિસની ગેરહાજરીથી સંતુલન બગડતું હતું. તે હવે દિલ્હી કેપિટલ્સ સામેની મેચથી વાપસી કરશે. જો કે ધોનીના રમવા પર હજુ સુધી ચિત્ર સાફ થયું નથી. જે પગની ઇજાને લીધે એક પણ મેચ રમ્યો નથી. 

Panchang

dd