• શનિવાર, 11 એપ્રિલ, 2026

મોટી વિરાણીમાં ગણેશોત્સવના લાભાર્થે આયોજિત ક્રિકેટ ટૂર્ના.માં હિતાર્થ ઇલેવન-નખત્રાણા વિજયી

વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 10 : સનાતન સેવા સંઘ અને ગણેશોત્સવના લાભાર્થે આયોજિત અ.ક. ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ અંતર્ગત 70 ટીમ જોડાઇ હતી, જેમાં અંતિમ મેચમાં રાજવીર ઇલેવન નખત્રાણા સામે હિતાર્થ ઇલેવન નખત્રાણા ચેમ્યિન બની હતી બંને ટીમ તથા અગ્રિમ ખેલાડીઓ  સહયોગીઓ, દાતાઓનું ગણેશોત્સવ સમિતિના પ્રમુખ જયદીપસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા સન્માનિત કરાયા હતા. રવિભાણ આશ્રમામ લઘુ મહંત આશીર્વચન આપ્યાં હતાં, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આયોજનને બિરદાવ્યું હતું. અ.ક.ર.સો. ગ્રુપના પૂર્વ પ્રમુખ જયેશભાઇ સચદે (બાપાદયાળુ) ગણેશોત્સવમાં ઉત્સવ સહયોગનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અભિવાદન સન્માન સમારોહમાં ગ્રા.વિ. મંડળના પ્રમુખ ભરત સોમજિયાણી, પ.ક. ટ્રક ઓ.એસો.ના પ્રમુખ અર્જુનસિંહ પી. જાડેજા, પૂર્વ સરપંચ છગનલાલ ઠક્કર, ગોવિંદભાઇ બળિયા, ઉપસરપંચ રતિલાલ સેંઘાણી, વેપારી મંડળના પ્રમુખ દીપક આઇયા, કિસાન સંઘના પ્રમુખ મનોજ  માનાણી, સુરેશ કાનજિયાણી, રસિક પંચાલ સહિત આગેવાનોને સન્માનિત કરાયા હતા. ચેમ્પિયન ટ્રોફીના દાતા ઘનશ્યામસિંહ જાડેજા તથા તમામ ટ્રોફી, ટીશર્ટ, ટેનિસ બોલના દાતા નકુલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાનું વિશિષ્ટ સન્માન કરાયું સંચાલન નીલેશ કટ્ટાએ કર્યું હતું. મેન ઓફ ધ મેચ સિરિઝ અરૂણ ભાવાણી, બેસ્ટ બેસ્ટમેન જીત કેશરાણી, બેસ્ટ વિકેટ કિપર વિમલ ગોસ્વામી બેસ્ટ બોલર હિરેન લીંબાણી, કોમેંટેટરની આદિત્ય સોમજિયાણી, ઇમરાન ચાકીએ સેવા આપી હતી.  સનાતન સેવા સંઘના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, સભ્યો જેન્તી ગોસ્વામી, વિનોદ ગોસ્વામી, હિતેશ કારિયા, અમુલગિરિ ગુસાઇ, ચેતન આઇયા, કમલેશ રાવલ, હાર્દિક ગોસ્વામી, આદિત્ય જોશી, મુકેશ સોની, નીલેશ સોની, હિરેન પઢારિયા, આશિષ લુહાર, સુનિલ સેંઘાણીએ સેવા આપી હતી. રનર્સ ટીમએ પુરસ્કારની રકમ 11 હજાર, વિનર્સ ટીમએ રૂા. 5100 ગણેશોત્સવને દાન આપ્યા હતા. 

Panchang

dd