ભુજ, તા. 10 : તાલુકાના માધાપરમાં આવેલી હોટેલમાં
નોકરી કરતા કર્મચારીએ કાઉન્ટરમાંથી રોકડા રૂા. 23,000ની ચોરી કરી હોવાની ફરિયાદ માધાપર પોલીસ મથકના ચોપડે નોંધાઈ
હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, માધાપરમાં
આવેલી હોટેલ કચ્છ એલેગેન્સમાં કામ કરતા આરોપી ઝેનીલ અશોકભાઈ પાથરે ગત તા. 3-4ના સવારના અરસામાં કાઉન્ટરના
ટેબલના ખાનામાંથી રોકડા રૂા. 23,000 ઉઠાવી
લીધા હોવાની હોટેલ સંચાલકને શંકા જતાં સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જેમાં આરોપી ચોરી કરતો ઝડપાયો હતો. માધાપર પોલીસે
આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.