• શનિવાર, 11 એપ્રિલ, 2026

30થી વધુ ગામની વસ્તી માટે પુલના પ્રશ્ને પારાવાર હાલાકી

કોટડા (ચકાર), તા. 10 : કોટડા આથમણાથી ઉગમણા ગામે જવા-આવવા માત્ર અઢી-ત્રણ ફૂટનો પુલ છે. અહીં નવો પુલ બનાવવાની પંચાયતોએ વાત કરી કે, ગામના દાતાઓએ બંધાવેલા પુલ પાસે નવો પુલ બને તે માટે ઉગમણા ગામે શ્રમજીવીઓને રોજગારી આપવા વર્ષો જૂની નાની-મોટી કેબિનો દુકાનોને વહીવટી તંત્રે તોડાવી નાખી તો કોટડા આથમણા ગામના પુલના નકશામાં આવતા મંદિરને પણ તોડી નાખી વહીવટી તંત્રને કોટડા આથમણા ગામ પંચાયતે સહયોગ આપ્યો છતાં બંને ગામના લોકો આ મુદ્દે પરેશાન છે. ભુજ, અંજાર અને મુંદરાના 30થી વધુ ગામની વાત છે, જેમાં કટોકટીના સમયે એમ્બ્યુલન્સની અવર-જવર કોટડા આથમણા, સણોસરા, કૈલાશનગરના વિદ્યાર્થીઓસારસ્વતમ સ્કૂલશારદા ઇંગ્લીશ હાઇસ્કૂલવિદ્યાભારતી સંચાલિત શિશુ મંદિર, અપંગ વૃદ્ધો, પ્રા. આરોગ્ય કેન્દ્ર, અન્ય દવાખાનાઓ, દૂધ ડેરી, ઉંટડીના દૂધની ડેરી, ભુજ, ગાંધીધામ વગેરેમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાડા ત્રણ વર્ષથી આ મુદ્દે ત્રાહીમામ પોકારી ગયા છે. વર્ષેથી ટકેલો આ પ્રશ્ન કેમ હલ નથી થતો. આ નવા પુલનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી વાસણભાઇ આહીરે કર્યું હતું. છતાં વહીવટીતંત્રની આ ગામોની નિરસ નીતિના કારણે છે. કોટડા આથમણા ગ્રામ પંચાયતના સરપંચ  મનસુખભાઇ માકાણી, નર્મદાબેન માકાણી, માજી સરપંચ એવા સવગણભાઇ માકાણીએ હવે આ પ્રશ્નનો વહેલીતકે નિવેડા માટે રજૂઆત કરી છે. હાલે પુરના બંને છેડે તોતિંગ પથ્થરોથી બંધ કરી નોટિસ બોર્ડ  મારી અવર-જવરની મનાઇ કરવામાં આવી છે, ત્યારે  હાલના રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા પાસે વિદ્યાર્થીઓ સહિતના લોકો આશા રાખે છે કે, સુવિધા તો આપો. 

Panchang

dd