• શનિવાર, 11 એપ્રિલ, 2026

રાજસ્થાનના સોની વેપારીને છેતરનારા બે ઝડપાયા

ભુજ, તા. 10 : ખોટા નામે સોશિયલ મીડિયામાં આઈડી બનાવી સસ્તાં સોનાની લાલચ આપી રાજસ્થાનના સોની વેપારી સાથે 61 લાખની છેતરપીંડી  અંગે ગુરુવારે નોંધાયેલી ફરિયાદ બાદ ઠગાઈ આચરનારા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા ભુજના બે આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી લીધા હતા અને  તેમની પાસેથી રોકડા રૂા. 52 લાખ રિકવર કરવા સાથે એક કાર અને એક મોબાઈલ કબજે લીધા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી રાહુલ સોની જેનું સાચું નામ અલ્તાફ હુસેન જત અને  હાજી વલીમામદ કકલની પોલીસે અટક કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂા. 52,00,000, જીજે 01 ડબ્લ્યુંડી 3511 નંબરની હ્યુંડાઈ ક્રેટા કાર કિં. રૂા. 5,00,000 તેમજ એક મોબાઈલ કિં. રૂા. 5,000 મળી કુલ રૂા. 57.05 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીએસઆઈ એમ. એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, સુનીલભાઈ પરમાર તથા કોન્સ. પરબતભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

Panchang

dd