• શનિવાર, 11 એપ્રિલ, 2026

પંજાબ અને હૈદરાબાદના પાવર હિટર્સ વચ્ચે ટક્કર

ન્યૂ ચંડીગઢ, તા. 10 : શાનદાર ફોર્મમાં મહાલી રહેલી અને અપરાજિત ટીમ પંજાબ કિંગ્સ શનિવારની પહેલી મેચમાં સંઘર્ષ કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો સામનો કરશે, ત્યારે પંજાબ કિંગ્સની નજર વિજયક્રમ જાળવી રાખવા પર અને સનરાઈઝર્સનું લક્ષ્ય જીતની રાહ પર વાપસી કરવાનું હશે. ગત સિઝનની ઉપવિજેતા ટીમ પંજાબ આ વખતે પણ તમામ વિભાગમાં શાનદાર દેખાવ કરી રહી છે. તેનો પાછલો મેચ કેકેઆર વિરુદ્ધ વરસાદમાં ધોવાઈ હતી. આથી એક અંકથી સંતોષ માનવો પડયો હતો.  શ્રેયસ અય્યરની ટીમે બતાવી દીધું છે કે, ખિતાબની દાવેદાર ટીમનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઇએ. સીએસકે સામે 200થી વધુ રનના લક્ષ્યનો પીછો આસાનીથી કરવો કે મુશ્કેલ પીચ પર ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ જીત હાંસલ કરવી. પંજાબના કપ્તાન શ્રેયસ અય્યર, પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંઘ, કૂપર કોનોલી, અર્શદીપ, ચહલ, યાનસન સારો દેખાવ કરી રહ્યા છે. આથી સનરાઇઝર્સની કસોટી થશે. ઇશાન કિશનના નેતૃત્વમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વર્તમાન સિઝનમાં ક્ષમતા મુજબનો દેખાવ કરી શકી નથી. ખતરનાક ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ સારી શરૂઆત આપી રહ્યા નથી. હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટની નિષ્ફળતાથી ટીમની મુશ્કેલી વધી છે. ત્રણ મેચમાં ફક્ત એક જીત મળી છે. પંજાબ સામેની મેચમાં સનરાઇઝર્સના બેટધરોએ મોટો સ્કોર બનાવવો પડશે. 

Panchang

dd