• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

કોલકાતા પર એલએસજીની દિલધડક જીત

કોલકાતા, તા. 9 : છેલ્લી ક્ષણ સુધીના રોમાંચ બાદ લખનઉએ આજે અહીં કેકેઆરને ત્રણ વિકેટે હાર આપી હતી. એલએસજીએ 20 ઓવરમાં 182 રનનું લક્ષ્ય આંબ્યું હતું. 27 દડામાં સાત છગ્ગા સાથે 54 રન ફટકારનારો મુકુલ ચૌધરી જીતનો હીરો સાબિત થયો હતો.  વધુ એક હાર સાથે કોલકાતા પોઈન્ટ ટેબલ પર નવમા ક્રમે ધકેલાઈ ગયું છે. માર્શ (15) અને માર્કરમે (22) જામી ગયા બાદ વિકેટ ગુમાવી હતી.  પંત 10 રને આઉટ થયો હતો. આયુષ બદોનીએ 34 દડામાં 54 રનનું યોગદાન આપ્યું હતું. વૈભવ અરોડા અને અનુકુલ રોયે 2-2 વિકેટ ઝડપી હતી. અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સની ચુસ્ત બોલિંગ છતાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ 20 ઓવરના અંતે 4 વિકેટે 181 રનનો પડકારરૂપ સ્કોર બનાવવામાં સફળ રહી હતી. એક તબક્કે કેકેઆરની ઇનિંગ્સમાં 2પ દડા સુધી એક પણ બાઉન્ડ્રી આવી ન હતી. આથી મિડલ ઓવરમાં રન રફતાર મંદ પડી ગઈ હતી. જો કે, કેમરૂન ગ્રીન અને રોવમેન પોવેલ વચ્ચેની પાંચમી વિકેટની 40 દડામાં 70 રનની અતૂટ ભાગીદારીની મદદથી કેકેઆર ટીમે એલએસજી સમક્ષ 182 રનનું વિજય લક્ષ્ય મૂકયું હતું.  કેમરૂન ગ્રીન 24 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 32 અને રોવમેન પોવેલ 24 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 39 રને અણનમ રહ્યા હતા. આ પહેલાં ફિન એલન (9)ની જલ્દીથી વિકેટ ગુમાવ્યા બાદ કપ્તાન રહાણે અને યુવા રઘુવંશી વચ્ચે બીજી વિકેટમાં પ2 દડામાં 84 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. રહાણેએ 24 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 41 અને રઘુવંશીએ 33 દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી 4પ રન કર્યા હતા. રિંકુ સિંહ 4 રને આઉટ થયો હતો. લખનઉ તરફથી પ્રિન્સ, સિદ્ધાર્થ, દિગ્વેશ અને આવેશે 1-1 વિકેટ લીધી હતી.  

Panchang

dd