• શનિવાર, 11 એપ્રિલ, 2026

મુંદરામાં લૂંટના પ્રયાસનો આરોપી યુપીથી પકડાયો

ભુજ, તા. 10 : મુંદરામાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરનારા આરોપીઓ પૈકી રાજ્ય બહાર નાસી છૂટેલા આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની પેરોલ ફર્લો સ્કવોડે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમી અને માનવીય સંદર્ભોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોશી ખુર્દ મથુરા ખાતે ખાતે રહેલા આરોપી રાજસ્થાનના શિવા રાજપાલ કુશવાહને મગોરા પોલીસની મદદથી ગ્રામ પંચાયતની બાજુમાં આવેલી બજારમાંથી ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી માટે મુંદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. 

Panchang

dd