અંજાર, તા. 25 : અહીંના
ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના દેવળિયા
નાકા પાસે આવેલા સાર્વજનિક બગીચામાં એમ્ફી થિયેટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાખાના
પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પંડયાએ સ્વાગત પ્રવચનમાં સાંપ્રત સમયમાં દેશ માટે કંઈક કરી છૂટવા
માટે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, પરિષદના સભ્યો
તથા નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા જેન્તીભાઈ નાથાણી (બૌદ્ધિક પ્રમુખ, આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંત)એ ઉદ્બોધનમાં બલિદાનીઓનાં જીવન પરથી પ્રેરણા લઈ દેશભક્તિ
અને રાષ્ટ્રસેવાની ભાવના મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વીર બલિદાની
ભગતાસિંહ, સુખદેવ અને રાજગુરુનાં જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો
અને હાજર રહેલા સૌએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સંચાલન દિપેનભાઈ પંડયાએ અને આભારવિધિ
શાખાના સચિવ હિતેષ પ્રજાપતિએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાખાના સભ્યોએ
સહકાર આપ્યો હતો.