• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

માંડવી ધારાસભ્યના પ્રયાસોથી પોસ્ટ ઓફિસમાં બે નવા સ્ટાફની નિમણૂક

માંડવી, તા. 25 : સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળે અહીંના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની કાર્યાલય ખાતે મુલાકાત લઈ પોસ્ટ ઓફિસમાં ચાલતી સ્ટાફની ઘટ તથા ભુજ-માંડવી રેલવે જોડાણની જરૂરિયાત અંગે વિગતવાર રજૂઆત કરી હતી. પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડયા અને ખજાનચી ભરતભાઈ કપ્ટા પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રજૂઆત સાંભળ્યા બાદ શ્રી દવેના પ્રયાસોથી પોસ્ટ માસ્ટરની જગ્યા ભરાઈ ગઈ છે તેમજ એક વધારાનો ક્લાર્ક પણ નીમાઈ ચૂક્યો છે. બાકીના બે કર્મચારીની જરૂરિયાત પણ જલ્દી પૂરી થશે તેવી પરિષદે આશા વ્યક્ત કરી હતી. પરિષદની ભુજથી માંડવી રેલવે જોડાણને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તરફથી મુલાકાતની તારીખ મળતાં જ પ્રતિનિધિ મંડળ સાથે દિલ્હી જવાની ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ ખાતરી આપી છે. 

Panchang

dd