મદુરાઈ, તા. 25 : માંડવી તાલુકાના નાની ખાખરના
વતની પ્રવીણભાઈ દેઢિયા-પરિવારના પુત્રી લાઈફ કોચ દીપ્તિ દેઢિયા લિખિત પુસ્તક `કમિંગ હોમ ટુ માયસેલ્ફ'નું મદુરાઈ-તામિલનાડુ ખાતે અનાવરણ કરાયું હતું.
કેરળના શૈક્ષણિક સલાહકાર કથીજા યાસ્મીને આ પુસ્તક સ્વના અરીસા જેવું લાગ્યું હોવાનું
જણાવ્યું હતું. રોટરી ક્લબ મદુરાઈના પ્રમુખ જયકિરણભાઈએ કહ્યું હતું કે, આ પુસ્તક મૌનને સમાપ્ત કરી કંઈક નવું કરવાની પ્રેરણા આપે છે. આ પુસ્તક હીલિંગ,
સ્વશોધ અને વ્યક્તિના મૂળ સ્વરૂપ તરફ પાછા ફરવાની યાત્રા હોવાનું લેખિકાએ
જણાવ્યું હતું. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઈમ્બાકાંર્તિક અને કોઈમ્બતુરના ડિસ્ટ્રીક્ટ
જજ હરિહરન ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દીપ્તિબેન
એક વ્યુઝનરી આર્ટ ટયુટર, મેન્ટર અને શિક્ષિકા છે. માસ્ટર ઈન સોશિયલ
સાયન્સનું શિક્ષણ મેળવ્યું છે તેઓ વિવિધ વર્કશોપ, કોર્સ ચલાવે
છે.