• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

માનસિક રોગની સમયસર સારવાર લેવી અનિવાર્ય

ભુજ, તા. 25 : રોટરી હોલ ભુજ મધ્યે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા  મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણી રહ્યા હતા. મુખ્ય વક્તાનો પરિચય પ્રફુલ્લભાઈ ઠક્કરે આપ્યો હતો. ડો. ટીલવાણીનું સ્વાગત પ્રમુખ ધર્મેન્દ્રાસિંહ વાઘેલાએ કર્યું  મુખ્ય વક્તાએ જણાવ્યું કે, માનસિક બીમારીની સારવાર મનોવૈજ્ઞાનિક સારવારથી આગળ વધે છે. માનસિક બીમારી ફક્ત મનોવિજ્ઞાન નથી. તે મગજની બીમારીઓ છે. પછી બીમારીનો અર્થ એ છે કે, મગજનું કાર્ય ખરાબ થઈ જવું એ મુખ્ય ગુનેગાર છે. તે નીચા મૂડ, આત્મસન્માનમાં ઘટાડો, પ્રેરણાનો અભાવ, નિયમિત પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી તરીકે પ્રગટ થઈ શકે છે, તે  સામાન્ય ભય એ છે કે, દવાઓ આપણે તેમના પર નિર્ભર બનાવે છે, પરંતુ ખરેખર તેનાથી વિપરીત, આ દવા મગજના નવા જોડાણોને પ્રોત્સાહન આપે છે અને તેની દવાઓ વ્યક્તિમાં વધુ સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપે છે. શ્રી ટીલવાણીએ પી.ડી.જી. ભરત ધોળકિયા, ઉપપ્રમુખ અશરફ મેમણ હૈદરશા પીરના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. પ્રશ્નોતરી કાળમાં પરાગ ઠક્કર, ભરત ત્રિવેદી, આશુતોષ ગોર, તિલક કેશવાણી, ચૈતન્ય પટ્ટણી, ધવલ દૈયા જોડાયા હતા. આભારદર્શન ડો. ઊર્મિલ હાથીએ કર્યું હતું. 

Panchang

dd