• રવિવાર, 13 એપ્રિલ, 2025

નખત્રાણા તા.ના રસ્તાનાં કામોનું ખાતમુહૂર્ત

નખત્રાણા, તા. 11 : રાજ્ય સરકારના માર્ગ-મકાન (પંચાયત) વિભાગ હસ્તકના તાલુકાના આણંદસર, મોરગર તથા દેવપર ગામે રસ્તાનાં નવીનીકરણ માટે મંજૂર થયેલા રૂા. 161.46 લાખનાં કામોનું ખાતમુહૂર્ત અબડાસાના ધારાસભ્યને હસ્તે કરાયું હતું. નખત્રાણા તા. ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા, અબડાસા, લખપત ત્રણેય તાલુકાના લોકોની માગણીઓ મુજબ વિકાસકામો પૂરા કરાય છે તથા દરખાસ્ત કરાયેલા બાકીનાં અધુરા વિકાસકામો એક વર્ષમાં પૂર્ણ કરવાની ખાતરી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપી હતી. સ્વાગત કરતાં તા. ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડએ નવી દરખાસ્તોના કામોના વર્કઓર્ડર મળે વિકાસકામો હાથ ધરાશે તેવું કહ્યું હતું. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્ર જાડેજાએ મંજલ મોટી, વિરાણીના મંજૂર થયેલા પીએચસી દવાખાનાનાં કામો તુરંત હાથ ધરાશે તેવી જાણકારી આપી હતી. દેવપર ખાતે સમારોહમાં જિ.પં. બાંધકામ સમિતિના ચેરમેન મશરુભાઇ રબારી, જિ.ખ.વે. સંઘના પ્રમુખ લાલજીભાઈ રામાણી, જિ. પં. સદસ્યા જયાબેન ચોપડા, નખત્રાણા શહેર ભાજપ સંયોજક ચંદનસિંહ રાઠોડતા.પં. ઉપપ્રમુખ દક્ષાબેન બારૂ, તા.પં.સા. ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી, કા. ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, તા.પં. પૂર્વ પ્રમુખ જયસુખભાઇ પટેલ, દિલીપ નરસિંગાણી, કસ્તૂરબેન ગરવા (સરપંચ દેવપર), ઉપસરપંચ મોહનભાઇ પટેલ, પરષોત્તમ વાસાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણ રબારી, જિતેન્દ્રસિંહ જાડેજા, મુકેશ રાણવા, મંગળાબેન વાઘેલા (ઉપપ્રમુખ ન.તા. ભાજપ), હંસાબેન ચૌધરી, હાર્દિક ગોરડિયા, સતુભા જાડેજા (ભોપાશ્રી વાંકોલ માતાજી), રમેશ લોંચા, રતનશી પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, કમલેશ લિંબાણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હરિસિંહ રાઠોડ તથા આભારવિધિ કસ્તૂરબેન ગરવાએ કરી હતી.મોરગર ગામે સમાંતર યોજાયેલા સમારોહમાં જિલ્લા તાલુકાના સમાંતર અગ્રણીઓ ઉપરાંત ભોપા ગાભુભા રાઠોડ, કેશુભા જાડેજા, ખેંગારજી રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ, કલુભા જાડેજા, હિંમતસિંહ રાઠોડ, કાનાભાઇ રબારી, પચાણભાઇ મહેશ્વરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ પૂર્વ ઉપસરપંચ મહિપતસિંહ જાડેજાએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd