કોડાય (તા. માંડવી), તા. 4 : રાષ્ટ્રીય
મતદાતા દિવસ નિમિત્તે જિલ્લા કલેકટર કચેરી દ્વારા ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા
ચૂંટણી અધિકારી દ્વારા માંડવીના શિક્ષક રાજીવ આર. ત્રિપાઠીને શ્રેષ્ઠ સેકટર ઓફિસરનો
જિલ્લા કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો હતો. માંડવી મામલતદાર ઓફિસની મતદારયાદી શાખા દ્વારા
કરાતી મતદારયાદી સુધારણા અને ચૂંટણીને લગતી
તમામ કામગીરી, વહીવટી,
બી.એલ.ઓ.ને સાંકળતી કામગીરી માટે આ એવોર્ડ માંડવીની ગોકલદાસ હંસરાજ ત્રણટુકર
વિદ્યાલયના ભાષા શિક્ષક રાજીવ ત્રિપાઠીને ભુજના નાયબ કલેકટર ડો. અનિલ જાદવના હસ્તે
એનાયત કરાયો હતો. 14 બી.એલ.ઓ.
સેકટર ઓફિસર શ્રી ત્રિપાઠી ચૂંટણીની મતદારયાદીની કામગીરી કરી રહ્યા છે. અગાઉ જિલ્લાના
શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસરનો એવોર્ડ પણ અપાયો હતો. મામલતદાર વી.કે. ગોકલાણી, ત્રણટુકર વિદ્યાલયના કૌશિક ગોકુલગાંધી તેમજ
સ્ટાફગણ અને સ્નેહીજનોએ આ સિદ્ધિને બિરદાવી હતી.