• ગુરુવાર, 06 ફેબ્રુઆરી, 2025

ભાનુશાલી મહાજન દ્વારા 35 લાખ વૃક્ષ વાવેતર કરાશે

ભુજ, તા. 4 : અબડાસા તાલુકાના જખૌ ગામે જ્યાં સંત ઓધવરામજી મહારાજનું જન્મ સ્થળ છે ત્યાં નિર્માણ પામેલા ઓધવધામના પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં લઈ હરિદ્વાર કચ્છી આશ્રમ અને ભાનુશાલી મહાજન દ્વારા જખૌ ઉપરાંત વિવિધ સ્થળોએ 35 લાખ વૃક્ષ વાવેતર કરવાની તૈયારીઓ અત્યારથી જ આદરી દેવામાં આવી છે. સંત ઓધવરામજીનું  પ્રાગટ્ય સ્થાન છે જ્યાં 28,29,30 એપ્રિલ  ત્રણ દિવસ નૂતન મંદિર  પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ એવમ્ શિવશક્તિ મહાયજ્ઞ સાથે સમૂહલગ્ન, જેમાં 28ના  સમસ્ત ભારતભરમાંથી ઓધવપ્રેમી માતાઓ-બહેનો- દીકરીઓ પોતાના અસલી પોશાક પહેરી અંદાજિત દસ હજાર જેટલી સંખ્યામાં ઓધવરાશમાં જોડાશે. બીજા દિવસે શિવશક્તિ મહાયજ્ઞનો અંદાજિત 500 જેટલી જોડી લાભ લેશે. ભારતભરમાંથી નામાંકિત ભજનિક કલાકાર 24 કલાક સંતવાણી-ભજન રજૂ કરશે. સમસ્ત ભારતના સાધુ સમાજ તથા સંતો-મહંતો આશીર્વાદ આપવા  પધારશે. ત્રીજા દિવસે 30 એપ્રિલ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સમસ્ત ભાનુશાલી જ્ઞાતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં અંદાજિત 35 યુગલ લગ્નગ્રંથિથી જોડાશે, તેવું કચ્છી આશ્રમ હરિદ્વારના ટ્રસ્ટી તુલસીભાઈ દામા તથા દેશમહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી તથા મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધર માવે જણાવ્યું હતું. આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલથી લઈ ફાયર સુધીની સુવિધાને ધ્યાનમાં રાખી છે. પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જખૌમાં 2500 વૃક્ષનું વાવેતર થઇ ગયું છે અને 35 લાખ જેવા વૃક્ષની માવજત માટે સંસ્થામાં પૈસા ભરાઈ ગયા છેતે સિવાય ગ્રામ વિકાસનાં કાર્યો સાથે રખડતા ઢોરોને નીરણની વ્યવસ્થા, જરૂરતમંદોને મેડિકલ હેલ્પ, જરૂરતમંદોને શિક્ષણ સહાય, કાયમી ભોજનાલય સાથે વડીલો માટે ટિફિન વ્યવસ્થાકબૂતર માટે ચણ, કૂતરાને રોટલા આપવામાં આવશે, તેવું કલેક્ટરને એક પત્ર સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું.  સરહદ પર આવેલાં ગામમાં દિવસે-દિવસે વસતા લોકો બહારગામ રોજીરોટી માટે જાય છે. ગામ ખાલી થતું જાય છે, જે માટે યુવાનોને ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે અનેકવિધ ઉદ્યોગમાં જોડાઈ રહે તે માટે કાર્યો કરવા અમારી સંસ્થા દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. જૂનાં મંદિરનું રિપેરિંગ કરી અપૂજ એવા જૂનાં મંદિરમાં પૂજા-અર્ચના થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તળાવ - કૂવા અને નાની તળાવડીમાં પાણી સંગ્રહ થાય, તેની સફાઈ તે પણ કરી રહ્યા છીએ. તે સિવાય સરકાર દ્વારા ચાલતા નવા ગ્રામ વિકાસ કામોમાં અમે અમુક રકમ આપી કામ થાય તે માટે  અમારી સંસ્થા દ્વારા પ્રયત્ન કરીએ છીએ. બોર્ડર વિસ્તારનાં ગામમાં નાના-મોટા ઘણા પ્રશ્નો છે, જે અમે દર્શાવી નથી શકતા, જેના માટે પણ અમે અમારા સ્થાનિક ભાઈઓ સાથે કામ કરી રહ્યા છીએ, એમ જણાવ્યું હતું. હરિદ્વાર કચ્છી આશ્રમ 29 માર્ચથી સમગ્ર ભારતભરમાં ભ્રમણ કરી એક મહિને 28 એપ્રિલના ઓધવજ્યોત જખૌ આવશે, જેમાં લગભગ 60 વર્ષ પ્રગટેલી જ્યોત રહેશે, જેનાથી યજ્ઞની શરૂઆત થશે, સમગ્ર કચ્છનાં બધાં ગામમાં જ્યોત જશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd