• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર  વિજેતા બનાવો...26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા. મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધીવિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ ! આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના  ટેબ્લોને  વિજેતા બનાવવામાં સહયોગ આપો.  પ્રજાસત્તાક દિની શુભેચ્છાઓ સહ આભાર. 

આ રીતે કરી શકો છો આપ વોટિંગ :અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/

ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં  ટીક કરો.

નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો જેથી તમને એક OTP પ્રાપ્ત થશે આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે. જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :

SMS Syntax: MYGOVPOLL3570265 Send to 7738299899 વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને  વિજેતા બનાવીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd