બિદડા, તા. 25 : જૈન એસોસિયેશન ઇન નોર્થ અમેરિકના
જૈનાના વર્તમાન પ્રમુખ બિંદેશ શાહ પાસ્ટ પ્રેસીડેન્ટ હરેશ શાહ, દિલીપ શાહ અને ડો. મણીભાઇ મહેતાએ બિદડા સર્વોદય
ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ જણાવ્યું હતું કે અમેરિકા
અને કેનેડાના 72 જૈન સેન્ટરોના
મહાસંઘ એટલે જૈનાની સ્થાપના 40 વર્ષ પહેલા
1981ના વર્ષમાં થયેલ છે. સંસ્થાની
મદદથી ભારતમાં શિક્ષણ, આરોગ્ય,
સાધર્મિક ભક્તિ અને વૈયાવચ્છના અઢળક કાર્યો થયા છે. વર્ષ 1981માં અમેરિકા મધ્યે બિદડા સર્વોદય
ટ્રસ્ટનું બુથ અમેરિકામાં રાખવામાં આવેલ અને કેમ્પના પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી
જે હજી પણ દર વર્ષે રાખવામાં આવે છે. બિંદેશ શાહ જૈનાના પ્રેસિડેન્ટ બિદડા સર્વોદય
ટ્રસ્ટની માનવ સેવાની પ્રવૃત્તિઓ નિહાળી પ્રભાવિત થયા હતા. ટ્રસ્ટમાં ચાલતી સાધુ-સાધ્વીજી
વૈયાવચ્છની પ્રશંસા કરી હતી અને જૈના તરફથી આપેલ 50 હજાર ડોલરનું માતબર અનુદાનથી ખરેખર સાચી સેવા સંતોની થઇ રહી
છ એમ જણાવ્યું હતું. વધતી જતી સાધુ-સાધ્વીજીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ નવા ઉપાશ્રયો
માટે ન્યુજર્સીના નિમિતા અને કિશોર શાહના અનુદાનથી નિર્માણ કરવામાં આવેલ છે. જે ભારતભરની
હોસ્પિટલોમાં કયાંય પણ ઉપલબ્ધ નથી. અમેરિકાના જુદા-જુદા સેન્ટરોમાંથી વર્ષ દરમ્યાન
યોજાતા મેડીકલ કેમ્પોમાં ભાગ લેવા માટે ડોકટરો અને વોલીંટીયરો આવે છે. 51માં મેડીકલ અને સર્જીકલ કેમ્પ માટે 27 જેટલી જુદી-જુદી મેડીકલ કેમ્પોના
સ્પોન્સર અમેરિકાથી થયેલ અને કેમ્પમાં ભાગ લેવા માટે 3 કાર્ડીયોલોજીસ્ટ તરીકે ડો. શાંતિ કેનિયા, ડો. કિશોર વોરા, ડો. મહેશ
શાહ સેવાઓ આપી હતી. આ વર્ષે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલીફોર્નિયામાંથી 7 અનેસ્થેટીક્સ ડોકટરો ટ્રેઇનિંગ માટે આવેલા.
કો-જૈનાના પ્રસીડેન્ટ ભાવીની ગડા અને 15 વોલિંટીયરો ખાસ ભાગ લેવા માટે અહીં આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં
યોજાયેલ બાળ આરોગ્ય શિબિરમાં ડો. ગિરીશ શશહ, દેવચંદભાઇ ફુરીયાએ સેવાઓ આપી હતી. કેમ્પના ડોનર ડો. અનિલ અને મિનલ મોદી (કેલિફોર્નિયા)
તથા બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનો સહયોગથી યોજવામાં આવેલ. જૈનાના અત્યાર સુધી ઘણાં
ખરા તમામ પ્રેસીડેન્ટોએ કેમ્પમાં ભાગ લઇ ચૂકયા છે અને ડો. મણીભાઇ મહેતા અને એમના દિકરા
ડો. આશીષ મહેતા વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. 2001ના વિનાશકારી ભુકંપ દરમ્યાન
અમેરિકાથી ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ જૈનાના સહકારથી બિદડા આવ્યા હતા. રિહેબીલીટેશન
સેન્ટર શરૂ કરવા માટે ડીટ્રોઇટના જૈન સેન્ટરના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ અરવિંદભાઇ અને
જયાબેન શાહના અનુદાનથી જયા રિહેબ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. જૈન સેન્ટર ઓફ સધર્ન
કેલિફોર્નિયાના ડો. નિતિન શાહ વર્ષોથી મેડીકલ કેમ્પમાં ભાગ લેવા આવે છે અને દર વર્ષે
આધુનિક ટેકનોલોજીના સાધનો લઇ આવે છે. આ વર્ષે એમના સહકારથી કેલીફોર્નિયાને મનુભાઇ અને
રીકાબેન શાહના માતબર અનુદાનથી સી.ટી. સ્કેન મશીનની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે. રીહેબીલીટી
સેન્ટરના નજીકના ભવિષ્યમાં ભૂમિ પૂજન કરાશે. રમેશ શાહ અને પ્રફુલા શાહ પણ વર્ષોથી હૃદયરોગ
તેમજ અન્ય કેમ્પના દરદીઓની સારવાર કરવા માટે સાથ સહકાર આપતા રહ્યા છે. તદ્ઉપરાંત ડો.
શાંતિ કેનીયા, ડો. મણીભાઇ મહેતા,
ડો દિનેશ શાહ, ડો. તરલાબેન, ડો. પ્રવિણ કાપડીયા, ડો. ધીરજ શાહ, ડો. તુષાર મહેતા, ડો. ગિરીશ શાહ, ડો. મૃદુલા શાહ તેમજ વોલિંટીયર તરીકે સવિતાબેન, દેવચંદ
ફુરીયા, નવીન ગંગર વર્ષોથી તન-મન-ધનથી સાથ આપે છે. વિજયભાઇ છેડા
1981થી આ સંસ્થામાં જોડાયા ત્યારથી
સંસ્થાની ઉન્નતી માટે અને ગરીબ અને જરૂરમંદ દરદીઓની સેવાઓ માટે તન, મન, ધનથી પ્રયત્નો કરી
રહ્યા છે.