• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ભુજમાં જિલ્લા સલાહકાર સમિતિની બેઠકમાં આરોગ્યના મુદ્દા ચર્ચાયા

ભુજ, તા. 24 : જિલ્લા કક્ષાએ પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઓફિસમાં ચેરપર્સન રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ આવકાર આપીને ગત મિટિંગના મુદ્દાઓનું વાંચન કરી અને ચાલુ મિટિંગમાં રિન્યૂઅલ રજિસ્ટ્રેશન તરીકે આવેલી અરજીઓ અંગે સ્થળની મુલાકાત લેવા તથા સ્થળ ફેરફારની અરજીઓને માન્યતા આપવા ઠરાવાયું હતું. ઉપરાંત કંપની તરફથી આવેલી અરજીઓને માન્ય ઠરાવવા તેમજ માઇક્રોપ્લાન જાન્યુઆરી-25થી માર્ચ-25 ક્રોસ વેરિફિકેશન વિશે ચર્ચા કરાઇ હતી. જિલ્લામાં થતા સમૂહલગ્ન દરમિયાન બેટી બચાઓ, બેટી વધાવો અંગે પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી. મહિલા કોલેજોમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજવા એનનજીઓ સાથે સંકલન કરીને ભૃણહત્યા અટકાવવા પણ અપીલ કરાઇ હતી. સભ્ય કાંતાબેન સોલંકી, પન્નાબેન જોષી, જી. કે. જનરલ હોસ્પિટલના ત્રીરોગ નિષ્ણાત ડો. પ્રફુલ્લા કોટક, બાળરોગ નિષ્ણાત ડો. એકતા ઠક્કર, માહિતી ખાતાના જિજ્ઞાબેન વરસાણી, ડો. દિનેશ સુતરિયા, તાલુકા આરોગ્ય અધિકારી- ગાંધીધામ ડો. રાજીવ અંજારિયા, અંજારના તાલુકા આરોગ્ય અધિકારી ડો. એમ. કે. મહંતો, અબડાસાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. વાય. પી. મહંતો,તાલુકા આરોગ્ય અધિકારી-મુંદરા ડો. મોતીલાલ રાય વિગેરે હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd