• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

સરકારની વિવિધ યોજનાઓનો મહિલાઓ લાભ લે

ભુજ, તા. 24 : બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન જાતિ આધારિત ગર્ભ પરીક્ષણ અટકાવવામાં તેમજ દીકરીઓને સુરક્ષા અને શિક્ષણને આગળ લઇ જવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવેલ છે. બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને 10 વર્ષ પૂર્ણ થતાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લા ખાતે તા. 22/1ના જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્મૃતિવન ભુજ ખાતે `એક શામ બેટીઓ કે નામ' સાંસદ વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભુજ વોર્ડ નં. 6ના કાઉન્સિલર રસિલાબેન પંડયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી તેમજ વિવિધ વિભાગ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય, શિવવંદના દ્વારા પ્રાર્થના કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનોનું સ્વાગત વૃક્ષોના પ્લાન્ટ આપીને કરવામાં આવેલ. ત્યારબાદ સૌપ્રથમ ચિલ્ડ્રન હોમની દીકરીઓ સાથે સાંસદ દ્વારા પ્રાઇડ વોક કરાયું હતું. આ પ્રસંગે વિનોદભાઇ ચાવડાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. ઉપર્યુક્ત કાર્યક્રમમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન દ્વારા કુલ 61 દીકરીએ ડાન્સ અને પ્રાઇડ વોક માટે દાવેદારી નોંધાવી હતી. `એક શામ બેટીઓ કે નામ' કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ દીકરીઓને મહિલા અને બાળ અધિકારી દ્વારા પ્રમાણપત્ર અને સ્કૂલબેગ આપીને સન્માનિત કરાયા હતા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતી સખી મંડળની બહેનોને પણ સન્માનિત કરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd