ભુજ, તા. 24 : લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે
યોજાયેલા ત્રિ દિવસીય 198માં આઈ કેમ્પમાં
ડિસ્ટ્રીક્ટ 3232-જે ઓફ ઈન્ડિયા અને ડિસ્ટ્રીક્ટ
105-એ ઓફ યુ.કે. સાઉથ હોલ લાયન્સ
ક્લબ સીઆઈઓ લંડન દ્વારા ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ટ્વાનિંગ પ્રોજેક્ટ દાતા ઈકબાલ સુતરવાલા
અને રશીદા સુતરવાલા પરિવારના સહયોગથી કચ્છનાં આંખના જરૂરિયાતમંદ 97 દર્દીનાં મફત ઓપરેશન કરાવાયાં
હતાં. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ ગોકાણી, દિપકબેન ગોકાણી, અતિથિ
વિશેષ રોહિણીબેન પૃથ્વીરાજ કોટક, પ્રીતિબેન એ. રામજીયાણી અને
અમરતભાઈ આર. રામજીયાણી, શાંતાબેન મનજી કારા અને મનજી કારા,
ડો. પ્રવીણભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ
ભુજના પ્રમુખ અજીતસિંહ રાઠોડે કર્યું હતું. તેમજ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. લાયન્સ ક્લબના મીના મહેતા,
શૈલેન્દ્ર રાવલ, નવીન મહેતા, શૈલેષ ઠક્કર, શૈલેષ માણેક તેમજ દર્દીઓના સંબંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. સર્વેએ હોસ્પિટલના
તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. દાતા પરિવારનું પાઘડી, શાલ,
સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન
તેમજ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે પ્રફુલ શાહ દ્વારા સેવા આપવામાં આવી હતી. આભારવિધિ
અનુપ કોટકે કરી હતી.