ગાંધીધામ, તા. 24 : એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર જામનગરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયરે
ગુજરાત નેવલ યુનિટ એનસીસી ગાંધીધામની મુલાકાત લીધી હતી, જેમાં યુનિટની કામગીરી, તાલીમ સહિતની જાણકારી મેળવી હતી. બ્રિગેડિયર શશિ પી.ની મુલાકાત દરમ્યાન યુનિટના
કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર અભિજિત અભ્યંકરે તેમને યુનિટના સંચાલન માટે મહત્ત્વપૂર્ણ વિવિધ
તાલીમ અને વહીવટી પાસાંઓ વિશે માહિતી આપી હતી. બાદ બ્રિગેડિયર અને એએનઓ, પીઆઈ તેમજ સિવિલ કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી. ઉપરાંત યુનિટમાં
સંદેશાવ્યવહાર અને સહયોગને મજબૂત બનાવવાના હેતુથી વિવિધ ઓપરેશનલ પાસાઓની છણાવટ કારાઇ
હતી. બ્રિગેડિયર દ્વારા કેડેટ્સ અને રાષ્ટ્રીય સ્તરના એનસીસી કેમ્પમાં ભાગ લેનાર જવાનો
સાથે પણ વાર્તાલાપ કરાયો હતો. સાથેસાથે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. એનસીસી
ગ્રુપ હેડક્વાર્ટર જામનગરના ગ્રુપ કમાન્ડરની આ મુલાકાતથી 6 ગુજરાત નેવલ યુનિટના એનસીસી કેડેટમાં ઉત્સાહ
જોવા મળ્યો હતો.