• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

કેનાલમાં પાણી ન છોડાતાં વરણુ સુખપરના ખેડૂતો મુશ્કેલીમાં

આડેસર, તા. 8 : શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ અને ખાતર નાખી વાવણી કરી નાખી છે ત્યારે હવે ખાસ પાણીની જ જરૂર છે ત્યારે હજી સુધી કેનાલમાં પાણી ન છોડાતાં આડેસરનાં વરણુ અને સુખપરનાં ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો, ખાતર, ટ્રેક્ટર અને મજૂરીનાં ખર્ચા માથે પડે તેવું વરણુ અને સુખપરનાં ખેડૂતોએ જણાવ્યું હતું. વરણવા રમેશભાઈ દયારામભાઈ, આહીર રાણાભાઇ વિરમાભાઈ, આહીર દલાભાઈ બાબુભાઈ, આહીર હાજાભાઈ ભુરાભાઈ, મારાજ લાલજી ધરમશી, કોલી નરશીભાઈ શામાભાઈ, આહીર ખેંગાભાઈ નગાભાઈ, મારાજ શંકરભાઈ હરીભાઈ, વરણવા વિષ્ણુભાઈ નોઘાભાઈ વગેરે ખેડૂતોએ જણાવ્યું હતું કે રવિ સિઝનમાં વરણુ સુખપર સબ કેનાલમાં પાણી આવશે એવી આશા સાથે હજારો એકરમાં ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે. તંત્ર દ્વારા આજે આવે કાલે આવે તેમ આંબા આંબલી બતાવી પણ આજ સુધી કેનાલમાં પાણી ન છોડાતાં આ વિસ્તારનાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. મોંઘાદાટ બિયારણો અને ખાતર અને મજૂરીનાં ખર્ચા માથે પડે તેવું લાગી રહ્યું છે. આ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તો ખેડૂતોનાં જીવમાં જીવ આવે એમ જણાવી કેનાલમાં પાણી છોડવાની માગણી ઉપરોક્ત વિસ્તારોના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd