નલિયા, તા. 15 : ભચાઉ એપીએમસી ખાતે પ્રતિ કિલો
80 રૂપિયાના ભાવે તુવેર દાળ ની
ખરીદી નો પ્રારંભક કરવામાં આવ્યો છે ગાંધીનગર ગુજકોમાસોલ વતી અબડાસા ફાર્મર પ્રોડ્યુસર
કંપની દ્વારા કેન્દ્ર શરૂ કરવામાં આવતા ભચાઉ તાલુકાના 266 ખેડૂતો ને હવે ભુજ સુધી ધક્કા
ખાવા નહીં પડે અને ઘર આંગણે લાભ મળશે. ખરીદીની પ્રક્રિયા દરમિયાન દેવજીભાઈ આહીર, મનજીભાઈ ગામી, કિરીટભાઈ
ગોહિલ, વાડીલાલ પોકાર, જીતુભાઈ વેલાણી,
યુવરાજાસિંહ ચુડાસમા, દિલીપભાઈ રામાણી,
વાઘુભા જાડેજા, જુગલભાઈ રામાણી અને ધવલભાઈ સહિતના
આગેવાનો હાજર રહ્યા હતા.એપીએમસીના સાથ-સહકારથી શરૂ થયેલા આ કેન્દ્રને પગલે ખેડૂતોમાં
આનંદની લાગણી પ્રસરી છે.