• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ભુજમાં યોજાનારા મેગા મેડિકલ કેમ્પમાં અમદાવાદ-મુંબઇના તબીબોની સેવા

ભુજ, તા. 4 : મહાવીર ખીચડીઘર દ્વારા તા. 8/12ના રવિવારે મેગા મેડિકલ કેમ્પનું કચ્છમિત્રના પ્રચાર-પ્રસાર માધ્યમના સહયોગ સાથે મહાવીર ખીચડીઘર, વી. ડી. હાઇસ્કૂલ સામે આયોજન કરાયું છે. દાતા સી.ડી. મહેતા પરિવારના સહયોગથી યોજાનારા આ કેમ્પમાં અમદાવાદ અને મુંબઇના નિષ્ણાંત તબીબો સેવા આપશે જેમાં ડી.એમ. કાર્ડિયોલોજી ગોલ્ડ મેડાલિસ્ટ ડો. ધવલ દોશી, હાર્ટએટેક, એન્જીયોપ્લાસ્ટી/બાયપાસ કરાવેલ હોય, વાલ્વની બીમારી, હાઇ કોલેસ્ટેરોલ, ચાલવાથી છાતીમાં દુ:ખાવો થવો, શ્વાસ ચઢવો વિ.નું નિદાન કરશે. તો, ડી.એમ. (નેફ્રોલોજી), એમ.ડી. (મેડિસીન) ડો. સુદીપ દેસાઇ કીડનીના રોગો, હાથ-પગ-મોઢાં પર સોજા આવવા, પેશાબમાં બળતરા થવી, પરુ નીકળવું, લોહી, ફીણ આવવું, વારંવાર પથરીની તકલીફ વિ.ની તપાસ કરશે. મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હીમેટો-ઓન્કોલોજિસ્ટ ડો. દીપ વોરા, દરેક જાતના કેન્સરના રોગો, કિમોથેરેપી અને રેડીયેશન થેરાપી તેમજ લોહીની બીમારીના તજજ્ઞ સેવા આપશે. ઉપરાંત એમબીબીએસ, ડીઓ,?ફેકો, આંખના સર્જન ડો. મૃગેશ શાહ આંખને લગતા રોગોની તપાસ કરશે. એમબીબીએસ, એમ. ડી. મેડીસીન કન્સલ્ટન્ટ ફિઝિશીયન ડો. મોહિની શાહ, ડાયાબિટીસ, હાયપર ટેન્શન, હાઇ કોલેસ્ટેરોલ, થાઇરોઇડ ડીસઓર્ડર, દરેક પ્રકારના તાવ, ડેંગ્યુ, ચીકનગુનિયા, મેલેરિયા, ટાઈફોઇડ, વાયરસના તાવ, હૃદયરોગ સંબંધી બીમારી,?ખેંચની બીમારી, મગજનો તાવ, મગજના રોગો, ગર્ભાવસ્થામાં થતી સમસ્યા, દમ, અસ્થમા, ન્યુમોનિયા તથા ફેફસાં સંબંધી રોગો વિ. નિદાન સાથે સારવાર આપશે. આ ઉપરાંત સ્પેશિયલ જોઇન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાંત અને ટ્રોમા સર્જન ડો. ઉમંગ સંઘવી હાડકાંની કોઇપણ પ્રકારની સમસ્યા, કમરની તકલીફ, ઘૂંટણના સાંધામાં દુ:ખાવો વિ.નું નિદાન કરશે. કચ્છના એકમાત્ર એન્ડોકિનોલોજિસ્ટ એમ.ડી. (મેડિસીન), ડી.એમ. (એન્ડો ક્રિનિયોલોજી), ડો. કુણાલ ઠક્કર ડાયાબિટીસ, થાઇરોઇડ, હાડકાં નબળાં પડી જવા, વારંવાર ફ્રેકચર, માસિક ત્રાવની વિકૃતિઓ, મોનોપોઝ, કિશોરાવસ્થાની સમસ્યાઓ, નપુંસકતા, પિટયુટરી અને શુક્રપીંડ/અંડપીંડને લગતી બીમારી, હોર્મોન્સ ગ્રંથીઓના કેન્સરનું નિદાન કરશે. કેમ્પ અંગે વધુ માહિતી માટે ભુજ સ્થિત મહાવીર ખીચડીઘર, વી. ડી. હાઇસ્કૂલ સામે સવારે 10થી 1.30 અને સાંજે 4.30થી 7.30 દરમ્યાન તેમજ નામ નોંધાવવા ડો. જાનકીબેન ઠક્કરનો રૂબરૂ સંપર્ક કરવો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd