• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ભુજના બિસ્માર રસ્તાઓની સત્વરે મરંમત કરવા ઊઠી રહેલી માગણી

ભુજ, તા. 17 : ઘણા લાંબા સમયથી ભુજના બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત રહેવાસીઓ દ્વારા સત્વરે રસ્તાઓની મરંમત કરવા માંગ ઊઠી હતી. દ્વિધામેશ્વર મંદિરથી ઉમેદનગર જવાનો રસ્તો તથા રામધૂનથી વિજયરાજજી લાયબ્રેરીવાળા રસ્તામાં નાના-મોટા ખાડા અને પથ્થર જેવા કાંકરા પાથરેલા હોતાં આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રોજ નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે. કૃષ્ણાજી પુલ પરથી પસાર થતા ભારે વાહનોને કારણે સર્જાતો વન-વે જેવો ટ્રાફિક પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરે છે. વારંવાર તંત્રને રજૂઆત કરાતી હોવા છતાં કામગીરી ન થતાં ત્રસ્ત નગરવાસીઓ દ્વારા સત્વરે મરંમતની કામગીરી કરવા માગ ઊઠી હતી તેવું બલરાજ જોશી તથા મિત જોશીની યાદીમાં જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang