• બુધવાર, 13 નવેમ્બર, 2024

રસલિયા ખાતે કોઈ ઠરાવ વિના પ્રવેશદ્વાર - ચબૂતરો તોડી પાડવા બાબતે ફરિયાદ

નખત્રાણા, તા. 9 : નખત્રાણા તાલુકાના રસલિયા ગામે અંદાજિત 40 વર્ષ અગાઉ?દાતા દ્વારા બનાવવામાં આવેલું નાકું અને ચબૂતરો ગેરકાયદેસર રીતે તોડી પાડવા તથા કાટમાળના નાણાંની ઉચાપત કરવા અંગે આરોપ સાથે ફરિયાદ કરાઈ હતી. થોડા દિવસો અગાઉ ગામના હાલના સરપંચ દ્વારા કોઈ અધિકારી કે સંબંધિત માર્ગ - મકાન શાખાના ઈજનેરની પરવાનગી કે પંચાયત કે તાલુકા - જિલ્લા વિકાસ અધિકારી કે ગ્રામ પંચાયતમાં આ ચબૂતરા સહિતનું નાકું તોડવા બાબતનો ઠરાવ કર્યા?વિના ગેરકાયદે આ બાંધકામ તોડી પડાયું હોવાનું ફરિયાદી જુવાનસિંહ જીલુભા જાડેજાએ જણાવ્યું હતું. આ બાબતે હાલના સરપંચ અને મળતિયાઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી ગુજરાત પંચાયત એક્ટની જોગવાઈ મુજબ યોગ્ય ન્યાય માટે માંગ કરાઈ હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang