નખત્રાણા, તા. 9 : અહીં જલારામ બાપાની 225મી જન્મજયંતીની ઉજવણી
નિમિત્તે સાંઇ જલારામ મંદિર સંકુલ ખાતે લોહાણા મહાજન દ્વારા `કચ્છમિત્ર' મીડિયા પાર્ટનરના સહયોગથી કચ્છ
યુવા સંઘ સંસ્થા રચિત અજબ પ્રેમ જી ગજબ ગાલ સામાજિક હાસ્ય નાટક `વા રે વા જિંધગી !'ની પ્રથમ પ્રસ્તુતિ યોજાઇ
હતી. વર્તમાન યુગમાં પરિવારમાં કોઇ?વ્યક્તિની મોટી બિમારી ખર્ચ, વ્યાજવટાના દૂષણના
શિકારથી આર્થિક રીતે બરબાદ થયેલા પરિવારને કોઇ ઉપાય કે દવા કામ ન કરે ત્યારે દુવા કામ
કરે છે તેવી પ્રેરણા નાટકમાં અપાઇ હતી. ખીચોખીચ ભરાયેલા શમિયાણામાં દર્શકો નાટક માણી
ભાવવિભોર થયા હતા. નાટકના રૂપાંતર ડો. વિશન નાગડા, પુન:લેખન દિગ્દર્શન વસંત મારૂ, સહાયક
દિગ્દર્શક બેકગ્રાઉન્ડ સ્કોર કવન સાવલા, લેખક વિનોદ સરવૈયા, સ્ટેજ ડેકોરેટર છેડા ડેકોરેટર્સના
અમૃતભાઇ?છેડા, સૌમિલ છેડા, સાઉન્ડ?શાહ સાઉન્ડના નિરવ શાહ, સંગીત હાર્દિક પાસડ, સેટ
ડિઝાઇન સુનિલ વિશ્રાણી, ગાયક અંકિતા જીગર દેઢિયા, નિકેશ દેઢિયા, જીનીશા સોની, મયંક
ગાલા તથા કલાકારો અનિલ કેનિયા, દિવ્યા જયેશ ઠક્કર, વીણા અભય નંદુ, પુષ્પા ખીમસરિયા,
પ્રભા રાંભિયા, દિવ્યા જયેશ ઠક્કર, પ્રીતિ સાવલા, શીતલ ગાલા સહિત ટીમનું લોહાણા મહાજન
પ્રમુખ રાજેશ પલણ, મહામંત્રી નીતિન ઠક્કર, મહિલા મંડળના પ્રમુખ મીરાંબેન ઠક્કર, યુવક
મંડળના પ્રમુખ જીજ્ઞેશ પલણની ટીમે સન્માન કર્યું હતું. મીડિયા પાર્ટનર કચ્છમિત્રને
બિરદાવ્યું હતું.