• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ઓસિ જશે રોહિત : પહેલી ટેસ્ટ અંગે અનિશ્ચિતતા

નવી દિલ્હી, તા. 9 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત ચાલુ મહિને 22 નવેમ્બરના થવાની છે. આ શ્રેણીની તૈયારી અને ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિમાં સેટ થવા માટે ટીમ ઇન્ડિયા ટૂંક સમયમાં ઉડાન ભરશે. એક નવા અહેવાલ અનુસાર રોહિત શર્મા ટીમ ઇન્ડિયા સાથે જ ઓસ્ટ્રેલિયા માટે ઉડાન ભરશે. જો કે પર્થમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં ભાગ લેશે કે નહીં તેના ઉપર શંકા યથાવત્ છે. કહેવાય છે કે રોહિત શર્મા ફરીથી પિતા બનવાનો છે. જેનાં કારણે શ્રેણીની પહેલી મેચ ગુમાવી શકે છે. સૂત્રો અનુસાર રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે પણ પહેલી ટેસ્ટ મેચ ન રમે તેવું બની શકે છે. આ પહેલાં જ્યારે ન્યુઝિલેન્ડની શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેના શરૂઆતી ટેસ્ટ મેચ અંગે રોહિત શર્માને સવાલ કરવામાં આવ્યો ત્યારે ગોળગોળ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે નિશ્ચિત નથી તે રમશે કે નહીં. સૂત્રો અનુસાર રોહિત શર્મા પ્રવાસ કરી રહ્યો છે પણ પહેલી ટેસ્ટમાં તેની ભાગીદારીની હજી સુધી પુષ્ટિ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે ન્યુઝિલેન્ડ સામે 0-3થી હારનો સામનો કર્યા બાદ ભારતની ડબલ્યુટીસીની રાહ આકરી બની છે. ભારતને સતત ત્રીજી વખત ખિતાબી મુકાબલામાં જગ્યા બનાવવી હોય તો ઓસ્ટ્રેલિયા સામે ઓછામાં ઓછી ચાર મેચ જીતવી પડશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang