• બુધવાર, 13 નવેમ્બર, 2024

ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર રમાશે ? મામલો ગૂંચવાયો

નવી દિલ્હી, તા.8 : આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે કે નહીં ? તે સવાલ હવે વધુ ગૂંચવાયો છે. અહેવાલ અનુસાર બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા પર કટિબદ્ધ છે. આ સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી હવે હાઇબ્રિડ મોડલ પર રમાઇ તેવી સંભાવના વધી છે. જે અનુસાર ભારતની મેચ દુબઇમાં રમાઇ શકે છે. જો કે પીસીબીના ચેરમન મોહસિન નકવીએ આજે લાહોરમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યંy છે કે જો બીસીસીઆઇ અમને લેખિતમાં તેમની કોઇ સમસ્યા જણાવશે તો અમે તેને ધ્યાન પર લેશું. આ પછીથી હાઇબ્રિડ મોડલ પર વાત થઇ શકે. પીસીબી ચીફ નકવીએ કહ્યંy અમારું સ્પષ્ટ વલણ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડને કાંઇ વાંધો હોય તો લેખિતમાં અમને જણાવે. તેમણે અમારી સાથે કયારે પણ હાઇબ્રિડ મોડલની વાત કરી નથી. બીસીસીઆઇએ જો આઇસીસીને કોઇ પત્ર આપ્યો હોય તો અમને ખબર નથી અને અમારા સુધી પહોંચ્યો નથી. નકવી કહે છે કે અમે રમતમાં રાજનીતિ નથી ઇચ્છતા. બીસીસીઆઇ સાથે અતિતમાં અમારા સારા સંબંધ રહ્યા છે.  અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાર્યક્રમ આઇસીસી એકાદ સપ્તાહમાં જાહેર કરવાનું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang