ભુજ, તા. 9 : શહેરના વી.ડી. હાઇસ્કૂલથી જ્યુબિલી સર્કલના ધમધમતા
માર્ગ પર આજે રાતે પિતા-પુત્રી સરાજાહેર બાખડતાં લોકજોણાં સાથે ટ્રાફિકજામ થયો હતો.
આ અંગે લોકોએ આંખે જોયેલા દૃશ્યો અને તેઓ પાસેથી મળેલી જાણકારી મુજબ આજે રાતે 8.30
વાગ્યાના અરસામાં ફોનવાલે પાસે જ સરાજાહેર પિતા-પુત્રી વચ્ચે બોલાચાલી અને હાથાપાઇ
થતાં લોકો એકત્ર થઇ ગયા હતા. આ લોકજોણાંને પગલે વાહનચાલકોએ પણ શું થયું ? જાણવા
વાહન થંભાવી દેતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સરાજાહેર બાખડતા આ પિતા-પુત્રીને
લોકોએ છોડાવી... ઘરનો ઝઘડો ઘરે કરવા જણાવી ત્યાંથી રવાના કર્યા હતા.