ગાંધીધામ, તા. 9 : ભચાઉ તાલુકાના લાકડિયાની સીમમાં આરોપી પકડાયા
બાદ ચોરી થયાનું ધ્યાને આવતાં ફરિયાદ નોંધાઈ હતી. લાકડિયા સીમમાં ખરતાળાવાંઢમાં જીએસઇસીએલ
સોલાર પ્રોજેક્ટનું સંચાલન કરતી માધવ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિ.ના વાડામાંથી વાયર, લોખંડનો
ભંગાર મળી રૂા. 1,90,374ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ દરમ્યાન પોલીસે આરોપીને પકડી
પાડયા હતા, જેથી ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેથી લાકડિયા પોલીસે કંપનીના રવિશ
યોગેન્દ્ર પાંડેની ફરિયાદ પરથી આરોપી સચિન ઉર્ફે સુરેશ ચેતન કોળી, હિતેશ નરશી કોળી
(રહે. ખરતાળાવાંઢ) વિરુદ્ધ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.