• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

કચ્છમિત્રમાં કચ્છીયતનું પ્રતિબિંબ જોઈ શકાય છે

રતનાલ, તા. 26 : કચ્છનાં અગ્રેસર અને સમગ્ર કચ્છવાસીઓમાં માનભેર સ્થાન ધરાવનારાં કચ્છમિત્રના 78મા જન્મદિવસની રતનાલ ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. અગ્રણીઓએ ઉપસ્થિત રહીને  શુભેચ્છા પાઠવી હતી.  રતનાલ વિસ્તારના પ્રતિનિધિ રસિકભાઈ આહીર (વેપારી), વિતરક માવજીભાઈ વેપારી દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. નાના ભૂલકાઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. દિવસભર શુભેચ્છા આપવા  આપનારા વિવિધ સમાજના આગેવાનો, શુભેચ્છકોને મીઠું મોં કરાવાયું હતું. આ પ્રસંગે રતનાલ સચ્ચિદાનંદ મંદિર મહંત ભગવાનદાસજી મહારાજે આશીર્વાદ  પાઠવતાં  જણાવ્યું હતું કે, કચ્છના પ્રાણપ્રશ્નોને હરહંમેશ કચ્છમિત્રએ વાચા આપી છે. કચ્છમિત્રમાં કચ્છીયતનું  પ્રતિબિંબ જોઈ શકાય છે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કહ્યું કે, કચ્છમિત્રએ કચ્છના વિશાળ ભૂભાગમાં ફેલાયેલા છેવાડાના માનવીઓના પ્રશ્નોને યોગ્ય વાચા આપી છે. હરહંમેશ કચ્છનું રાહબર બનીને ઊભું છે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ શુભેચ્છાઓ વ્યક્ત કરી કહું કે, કચ્છમિત્રએ 78 વર્ષની લાંબી મંજિલ કાપી સમાજને ઉપયોગી, લોકકલ્યાણની વિવિધ આવકારદાયક પહેલ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે શુભેચ્છા પાઠવી કચ્છમિત્રના સમાજલક્ષી, આરોગ્યલક્ષી વિવિધ અભિગમને બિરદાવ્યા હતા. આ પ્રસંગે વિવિધ વાચકોએ રતનાલમાં કચ્છમિત્રનો પાયો રાખનારા અને વાચકો સાથે અતૂટ જોડાયેલા કાનાભાઈ વરચંદ (બાબુ પટેલ)ની કામગીરીની પ્રશંસા કરી હતી. 25 વર્ષ સુધી તેઓ કચ્છમિત્રના વિતરક તરીકે ફરજો બજાવી હતી. આ પ્રસંગે જૂનાં સંસ્મરણોને યાદ કરતાં કાનાભાઈએ કહું કે, વર્ષો અગાઉ તેઓ દરરોજ સવારે કચ્છમિત્ર લેવા માધાપર જતા હતા, તે સમયના મેનેજર સુરેશભાઈ શાહ, શૈલેષભાઇ કંસારા, મુકેશભાઈ સાથે સંસ્મરણો યાદ કર્યાં હતાં. આ પ્રસંગે કચ્છમિત્ર વર્ષો જૂના વાચક રતનાલના વરિષ્ઠ આગેવાન અરજણ રૂપા છાંગા વર્ષો અગાઉ ગામમાં કચ્છમિત્ર ઉપલબ્ધ ન હતા તેવા સમયે તેઓ ગાંધીધામ દૂધની ફેરીમાં જતા ત્યારે તેઓ ત્યાંથી કચ્છમિત્ર લઈ આવતા અને વાંચન કરતા હતા. જીવાભાઈ શેઠ, ત્રિકમભાઈ વરચંદ, રણછોડ માતા, મ્યાજર છાંગા, ત્રિકમ વાસણભાઇ આહીર, વિરમ મેરિયા, માવજી ઢીલા, મહેન્દ્ર ઢીલા (ડગાળા), ત્રિકમભાઈ છાંગા, આર.એસ.એસ, જખુભાઈ મહેશ્વરી, પવનાસિંહ જેઠવા, વાઘજી ભીમાણી, રમેશ છાંગા, કીર્તિ જાટિયા (મમુઆરા), વિક્રમભાઈ ડાંગર (ધાણેટી), રાણા રવા ડાંગર, મહાદેવ છાંગા, ડાયાભાઈ વરચંદ, દિલીપ ભૂરાભાઈ વરચંદ સહિત રતનાલ પંથકના વિવિધ સામાજિક-રાજકીય, સેવાકીય સંસ્થાઓએ પોતાના પ્રિય અને લાગણીશીલ શીલવંત અખબારને શુભેચ્છાઓ પાઠવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang