• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ભુજના અનેક ડામર માર્ગોનું વરસાદમાં ધોવાણ

ભુજ, તા. 26 : તાજેતરના વરસાદને પગલે ભુજના મોટાભાગના માર્ગોનું ધોવાણ થતાં રાહદારીઓ, વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, ખાડાઓમાં  પાણી ભરાતાં વાહનચાલકોને પછડાટ ખાવી પડે છે. અનેક લોકો આ ખાડામાં પછડાટ?ખાવા સાથે પડી જતાં નાની-મોટી ઇજા પણ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ભુજમાં મેઘમહેરથી લોકો આનંદિત થયા, પણ પાણી ભરાવા અને માર્ગોના?ધોવાણ?થતાં ખાડાઓથી શહેરીજનો પરેશાન બન્યા?છે. શહેરના મુખ્યત્વે ડામરના માર્ગોનું અનેક જગ્યાએ ધોવાણ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ડામરના માર્ગોનાં કામની ગુણવત્તા પણ તપાસ માગી લે છે. આમ તો, ?છેલ્લા કેટલાક વર્ષોથી ત્રણ વર્ષના કરાર આધારિત કોન્ટ્રાક્ટ અપાતો હોય છે, પણ યેનકેન કારણોસર ડામરનાં કામોની મજબૂતાઇ સામે જાગૃત નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે. હાલમાં  ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ, સ્ટેશન રોડ, ભીડ બજાર, દાદુપીર રોડ ચાર રસ્તા, વી.ડી. હાઇસ્કૂલથી ઘનશ્યામ નગર જતા માર્ગો, ઓપનએર થિયેટર પાસે, બસસ્ટેશન માર્ગ, પેન્શનર્સ ઓટલા નજીક સહિત અનેક વિસ્તારોમાં ડામરનું ધોવાણ થતાં ખાડા પડી ગયા છે. થોડા સમયમાં જ પોત પ્રકાશતા નવા બનેલા માર્ગોના કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા સાથે તેમના જ ખર્ચે માર્ગોનું મરંમત કામ કરી લોકોની સુવિધા માટે  સરકાર દ્વારા ફાળવાતાં નાણાંનો બચાવ કરવા સુધરાઇના સત્તાધીશો પગલાં ભરે તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. કેમ કે, મસમોટા ખર્ચે બનતા માર્ગે થોડા સમયમાં જ પોત પ્રકાશતાં માર્ગની સાથોસાથ ગ્રાન્ટ અથવા તો સુધરાઇની તિજોરીનું પણ ધોવાણ થતું હોવાની ફરિયાદ જાગૃત નાગરિકોમાં ઊઠી છે. - ખુલ્લી ચેમ્બર જોખમી : ભુજમાં તાજેતરમાં જ ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગૌવંશ પડી જવાથી મૃત્યુ પામતાં જીવદયાપ્રેમીઓમાં ભારે નારાજગી ફેલાઇ હતી. શહેરમાં આવી અનેક જગ્યાએ ખુલ્લી ગટરો જોખમરૂપ હોવાની ફરિયાદ ઊઠી છે. ભીડ બજાર માર્ગ વચ્ચે તેમજ દાદુપીર રોડ ચાર રસ્તા પાસે ખુલ્લી ચેમ્બર વાહનચાલકો, રાહદારીઓ માટે જોખમરૂપ બની છે, જે સત્વરે બંધ કરાય તેવી માંગ ઊઠી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang